<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

કુતિયાણામાં ૪ વર્ષ પહેલાની હત્‍યાનો ભેદ ઉકેલાયો : અરજન ઉર્ફે બીડીની ધરપકડ

ર૦ર૧ માં આરોપીએ અજાણી વ્‍યકિતને કારમાં બેસાડીને ઘેર લઇ ગયેલ અને દારૂ પીવડાવીને ઝાડ સાથે બાંધીને માર મારતા અજાણી વ્‍યકિતનું મૃત્‍યુ થયું હતું: હત્‍યા થયેલ અજાણ્‍યો વ્‍યકિત કોણ ? તેનું હજુ રહસ્‍ય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રરઃ કુતિયાણામાં ૪ વર્ષ પહેલા અજાણી વ્‍યકિતને ઝાડ સાથે બાંધીને માર મારીને હત્‍યાનો ભેદ પોલીસે ઉકેલીને આ હત્‍યાના આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા રે. મેવાનેસવાળાને પકડી લીધો છે.

હત્‍યાનો આરોપી અરજણ ઉર્ફે બીડી પરબતભાઇ કરમટા (ઉ.વ.૩૪) વર્ષ ર૦ર૧ માં પરત ફરતો હતો. ત્‍યારે અજાણી વ્‍યકિતને કારમાં બેસાડીને ઘેર લઇ ગયેલ અને જમવાનું આવવાને બદલે દારૂ પીવડાવીને  અજાણી વ્‍યકિતને ઝાડ સાથે બાંધીને લાકડીના ધોકા વડે માર મારતા અજાણી વ્‍યકિતનું મૃત્‍યુ થયું હતું.

આ અજાણી વ્‍યકિત કોણ છે? તેનું રહસ્‍ય છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

એલસીબીની તપાસમાં  જાણવા મળ્‍યું હતું કે, ગત ઼ ૫-૬-૨૦૨૧ જૂનાગઢમાં અગાઉ ત્રણ મહિના આરોપી અરજનને થયેલ માથાકૂટ બાબતે નીકળેલો હતો ત્‍યાંથી  રાત્રે પરત ફરતી વખતે પોતાના ઘરે પંહોચે તે પહેલા રાત્રિના ત્રણ વાગ્‍યાના અરસામાં દળવા ગામના પાટિયા પાસે જૂનાગઢથી ચૌટા તરફ ચાલ્‍યા જતા અજાણ્‍યા ઈસમને ગાડીમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયો હતો.

આ અજાણ્‍યા વ્‍યક્‍તિ આરોપી પાસે ભોજનની માંગ કરતો હતો. અરજન અજાણ્‍યા વ્‍યક્‍તિને ઘરે તો લઈ ગયો પરંતુ ભોજન કે પાણી આપવાને બદલે દારૂ પીવડાવ્‍યો અને પોતે નશાની હાલતમાં જ અજાણ્‍યા વ્‍યક્‍તિને દોરી વડે ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા વડે માર મારવાથી અજાણ્‍યા શખ્‍સનું મોત નીપજ્‍યું હતું ત્‍યાર બાદ અરજને તેના ઘર નજીક સ્‍વીફ્‌ટ કારમાં મળતદેહને સુવડાવી ધુવાળા પાટિયા પાસે આવેલા તળાવની સિમ વિસ્‍તારમાં ફેંકી દીધો હતો. તેમ અરજને પૂછપરછ દરમિયાન હત્‍યાની કબૂલાત આપી છે.

કુતિયાણામાં અજાણી વ્‍યકિતનો હત્‍યાનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં શ્રી આર.કે.કાબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, મહેશભાઇ શિયાળ, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા સલીમભાઇ પઠાણ, ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્‍દ્રસિંહ પરમાર, તથા લાખીબેન મોકરીયા તથા રૂપલબેન લખધીર તથા નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. જગમાલભાઇ ભારવાડીયા તથા રોહીતભાઇ વસાવા રોકાયેલ હતા. 

 

(1:44 PM IST)