<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

સાવરકુંડલામાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાર્ષિક ઉત્‍સવની ઉજવણી : ૧૦૦થી વધુ નારીશક્‍તિએ યોગ કર્યા

યોગમય સાવરકુંડલા, રોગમુક્‍ત સાવરકુંડલાના સૂત્રને સાર્થક કરતો યોગ ટ્રેનર્સ બેચનો વાર્ષિક મહોત્‍સવ સંપન્ન : ભારતીય સંસ્‍કળતિના વારસા સમાન યોગ વિદ્યા દ્વારા સ્‍વાસ્‍થ્‍ય ક્રાંતિનો શંખનાદ : યોગ કોચ બીનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષિત બહેનોએ વિવિધ યોગાસનો અને સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિ રજૂ કરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૨: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ, સાવરકુંડલા દ્વારા શહેરના આંગણે યોગ સંસ્‍કળતિને જનપ્રજનના હૃદય સુધી પહોંચાડવા અને રોગમુક્‍ત સાવરકુંડલાના ઉમદા સંકલ્‍પને ચરિતાર્થ કરવાના હેતુથી એક ભવ્‍ય અને યાદગાર વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. જેસર રોડ પર સ્‍થિત સર્વ મંગલ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર્સ બેચની બહેનોએ પોતાની સાધના અને કલાનું અદભૂત પ્રદર્શન કરી સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગળતિ ફેલાવી હતી.

યોગ કોચ બીના દીપેશ જોશી દ્વારા એક વર્ષ પૂર્વે જે મશાલ પ્રગટાવવામાં આવી હતી, તે આજે એક વિશાળ અભિયાન બની ચૂકી છે. શરૂ થયેલી યોગ ટ્રેનર્સ બેચને શહેરની નારીશક્‍તિ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્‍યો છે. આ વાર્ષિક પર્વમાં અંદાજિત ૧૦૦થી વધુ બહેનોએ અત્‍યંત ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કઠિન યોગાસનો, પ્રાણાયામ અને સુંદર સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરી હતી. આ પ્રસ્‍તુતિએ ઉપસ્‍થિત સૌને યોગની શક્‍તિનો સાક્ષાત્‍કાર કરાવ્‍યો હતો. સાવરકુંડલાના આંગણે યોગની આ જ્‍યોત પ્રજ્‍વલિત રહે તે માટે જાગળતિબેન ગૌસ્‍વામીએ પોતાનો હોલ વિનામૂલ્‍યે આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું, જે બદલ કાર્યક્રમમાં તેમનું ભાવભર્યું બહુમાન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે યોગ કોચ બીનાબેન જોશીએ જણાવ્‍યું હતું કે, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ જીવન જીવવાની એક પવિત્ર કળા છે. આપણી પ્રાચીન ભારતીય સંસ્‍કળતિની આ ધરોહરને અપનાવીને જ આપણે ‘રોગમુક્‍ત સમાજ' નું સ્‍વપ્‍ન સાકાર કરી શકીએ છીએ. બહેનોએ પણ આ તકે સંકલ્‍પ લીધો હતો કે તેઓ ઘરે-ઘરે યોગ પહોંચાડીને સાવરકુંડલાને સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે મોખરે લાવશે.

કાર્યક્રમના અંતે તમામ બહેનો અને સહભાગીઓ માટે સ્‍વાદિષ્ટ અલ્‍પાહારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ ભવ્‍યતા, શિસ્‍ત અને ભારતીય સંસ્‍કળતિના ગૌરવ સાથે સંપન્ન થયો હતો.

(12:58 PM IST)