<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

પોરબંદરના રાયડી ગામે ગેરકાયદે હોવાનો આક્ષેપ સાથે બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણ પર ગામના યુવાનો દ્વારા જનતા રેડ

ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ખાણ કાર્ય ચાલુ હોવાનું જણાવી યુવાનોએ રેડ દરમિયાન પથ્થર કટીંગ મશીન, જનરેટર સહિતની સામગ્રી ઝડપી પાડી

પોરબંદર જિલ્લાના રાયડી ગામે ગેરકાયદે ચાલી રહી હોવાનો આક્ષેપ સાથે બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણ પર ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ખાણ કાર્ય ચાલુ હોવાનું જણાવી યુવાનોએ રેડ દરમિયાન પથ્થર કટીંગ મશીન, જનરેટર સહિતની સામગ્રી ઝડપી પાડી હતી. ઝડપાયેલી તમામ સામગ્રી જનતા રેડ કરનારા યુવાનોએ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, અન્ય સ્થળોએ પણ જો ગેરકાયદે ખાણકામ ચાલુ હશે તો ત્યાં પણ જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(1:10 PM IST)