<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

જામનગર નજીક સવા બે લાખના દારૂ સાથે બે ઝડપાયા

જામનગરઃ તા.રર,  ખીજડીયા બાયપાસ પાસે રોડ ઉપર (૧) વિક્રમસિંહ ગૌતમસિંહ સોલંકી જાતે ગીરા ઉ.વ.રપ ધંધો ડ્રાઇવિંગ રહે.ઝખરગામ હોસ્‍પીટલ પાછળ તા.લાલપુર,(૨) અર્જુનસિંહ મનુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.ઝાખરગામ જુની ગૌશાળા વિસ્‍તાર વાળા બન્ને જણા ઇકો કાર રજી નં- જી.જે.૧૦ ડી.આર.૦૬૨૩ મા ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ-૧૯૨ કિ.રૂ. ૨.૧૧.૨૦૦/-તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૬,૨૧,૨૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી  કાર્યવાહી કરેલ છે દારૂનો જથ્‍થો આપનાર ઉપેન્‍દ્રસિંહ ઝાલા રહે.કટોસણ ગામ તા.જી.મહેસાણા વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે

આ કાર્યવાહી પો.ઇન્‍સ.  વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલાવડીયા, હિરેનભાઇ વરણવા કિપાલસિંહ જાડેજા હિતેન્‍દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્‍લોચ, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર ધમેન્‍દ્રસિંહ એન જાડેજા, સુમતિભાઈ શીયાર, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, ભથપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, નિર્મળસિંહ એસ.જાડેજા, કિશોરભાઇ પરમાર, કળષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઈ બાલાસરા, સુરેશભાઇ માલકિયા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(1:27 PM IST)