News of Thursday, 22nd January 2026
જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાલાવડ નવા એપીએમસી ગ્રાઉન્ડમાં થશે
કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને 26મી જાન્યુઆરીના આયોજન અંગે બેઠક યોજાઇ

જામનગર :દેશભરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નવા એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને કલેકટર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેકટર શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ તથા લગત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
