હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 22nd January 2026
ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ ઝેર દવા પી આપઘાત કર્યો
સારવાર દરમિયાન દિગ્વિજયસિંહનું મૃત્યુ થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું.

ભાવનગરના ઘોઘા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલએ ઝેર દવા પી આપઘાત કર્યો છે. ઘોઘા પોલીસમાં ફરજ બજાવતા હેડકોન્ટેબલે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દિગ્વિજયસિંહ ગોહિલ નામના પોલીસ કર્મીએ દવા પી લેતા 108 મારફતે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દિગ્વિજયસિંહનું મૃત્યુ થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું . જોકે આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાને લઇ સીટી DYSP R.R. સિંઘાલ, ઘોઘા પોલીસ મથકના PSI, નીલમબાગ પોલીસ મથકના PSI સહિતના અધિકારીઓ હોસ્પિટલ ચોકી ખાતે પહોંચ્યા હતા
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
