News of Friday, 23rd January 2026
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત મોરબી એસ.પી. ની આગેવાનીમાં ટ્રાફિક ડ્રાઈવ, હેલ્મેટ વિતરણ કર્યા.
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ક૨તા વાહનચાલકોને દંડ, નિયમોનું પાલન કરનારાઓનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું : 100 જેટલા હેલ્મેટનું વિતરણ પણ કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષમાં નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા. સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની અધ્યક્ષતામાં પોલીસ વિભાગે ટીંબડીના પાટિયાથી લઈ વાંકાનેર સુધીના કુલ 20 પોઇન્ટ ઉપર ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. આ ડ્રાઈવમાં ડીવાયએસપી જે.એમ.આલ, ટ્રાફિક પીઆઈ એચ.વી.ઘેલા અને તાલુકા પીઆઈ એસ.કે.ચારેલ સાહિતનો સ્ટાફ જોડાયો હતો.
જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં 2025માં 213 જેટલા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. 186 જેટલા ફેટલ ઍક્સિડન્ટ નોંધાયા છે. હેલ્મેટ પહેરવામાં આવે તો અકસ્માતમાં જીવ બચી શકે છે. આજની ટ્રાફિક ડ્રાઈવમાં દાતાઓના સહયોગથી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે તમામ નિયમો પાળીને વાહન લઈને નીકળી રહ્યા છે તેઓનું ડીવાયએસપી ગુલાબ આપી સન્માન કરી રહ્યા છે. વાહનચાલકોને અપીલ છે કે તેઓ પોતાના પરિવાર અને બાળકનું વિચારે. ટ્રાફિક નિયમોનું પાલન કરે અને હેલ્મેટ ખાસ પહેરે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
