News of Friday, 23rd January 2026
મોરબીમાં ત્રણ સંસ્થાઓ દ્વારા ફ્રી કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ યોજાશે.
સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોઢાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી; પાટીદાર વુમન્સ પાવર તેમજ શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં તારીખ 6/ 2 /2026 ના રોજ ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ નું આયોજન આદર્શ સ્કૂલ, આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ મોરબી ખાતે કરવામાં આવ્યું છે .જેમાં સ્તન કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોઢાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.
પ્રાઇવેટ હોસ્પિટલમાં આનો ખર્ચ 4000 થી 5,000 જેટલો થતો હોય છે પરંતુ આ કેમ્પમાં આ સ્ક્રિનિંગ તદ્દન ફ્રી કરવામાં આવશે. મોરબી શહેરમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાઓ દ્વારા ભાઈઓ અને બહેનો માટે આશીર્વાદ સમાન એવા આ કેમ્પમાં ભાઈઓ અને બહેનો રજીસ્ટ્રેશન કરાવીને પોતાના સ્વાસ્થ્યને લગતા મોટા પડકારોનું વહેલાસર નિદાન કરાવી સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ એક દિવસ ના કેમ્પમાં માત્ર 100 વ્યક્તિઓ જ લાભ લઈ શકશે તો વહેલા તે પહેલાના ધોરણે જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમા રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચેના નંબર ઉપર કોલ કરી રજીસ્ટ્રેશન કરાવવું.
કાજલબેન આદ્રોજા 9879532457
શોભના બા ઝાલા 9979329837
આશાબેન ભાલોડીયા 9925245023
ડોક્ટર અંકિતા પટેલ 8141766804
મયુરીબેન કોટેચા 92759 51954
સાધનાબેન ઘોડાસરા 79842 61599
મનીષાબેન ગણાત્રા 82382 82420
હીનાબેન પરમાર 98259 30156
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
