હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd January 2026
રે જિંદગી...ભરૂચમાં પોલીસ ભરતીની ૫ કિમીની દોડ પૂરી કર્યા બાદ કચ્છના યુવાનનું મોત
પીએસઆઈ બનવું હતું, વડોદરામાં ફરજ બજાવતા પિતા એસઆરપીમાં એએસઆઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ :.. મોત કયારે હસતી રમતી ખેલતી દોડતી જિંદગી ઉપર પૂર્ણ વિરામ મૂકી દેશે એ નક્કી નથી હોતું. ભરૂચમાં પોલીસ ભરતી દરમ્યાન હૃદયને હચમચાવી મૂકે એવી કરૂણ ઘટના બની છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતી દરમ્યાન ૨૫ વર્ષીય યુવાન રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ૨૪ મિનિટમાં ૫ કિમી ની દોડ પુરી કર્યા બાદ એકાએક ઢળી પડ્યો હતો. ત્યાં હાજર તબીબોની ટીમે તેને તપાસતા નિヘતન જણાતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડાયો હતો. જોકે, હૃદયરોગને કારણે તેનું અરેરાટીભર્યું કરૂણ મોત નીપજ્યું હતું. મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામના વતની એવા મળતક યુવાન રવિરાજસિંહ નું સ્વપ્ન પીએસઆઇ બનવાનું હતું તેના પિતા મહેન્દ્રસિંહ જાડેજા વડોદરા એસઆરપી ગ્રુપમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. (પ-૧૦)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
