<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

મેંદરડા પાસે બોલેરો પીકઅપ વાહને બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૩: મેંદરડા તાલુકાના રાજેસર ગામના રમેશભાઇ પાનસુરીયા ઉંમર વર્ષ ૫૨ ગઈકાલે રાત્રે પોતાનું મોટરસાયકલ લઈને સમઢીયાળા થી પોતાના ગામ રાજેસર જતા હતા તે વખતે સમઢીયાળા થી રાજેસર જતા રસ્‍તા પર સાબરી નદીના પુલ ઉપર GJ 14 Z 0664 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકે રમેશભાઈના મોટરસાયકલને હડફેટમાં લીધું હતું. અકસ્‍માત બાદ વાહનનો ચાલક નાસી ગયો હતો.

આ અકસ્‍માતમાં ગંભીર ઈજા થવાથી રમેશભાઈનું મળત્‍યુ થયું હતું બનાવાગે મરનારના પુત્ર મેહુલભાઇ રમેશભાઇ પાનસુરીયાએ ફરિયાદ કરતા મેંદરડા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

(1:45 PM IST)