<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સોલડીના ટોલગેટ પાસેથી કતલખાને ધકેલાતા બે પશુઓનો જીવ બચાવાયો

વઢવાણ, સુરેન્‍દ્રનગરના દાળમિલ રોડ પર પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્‍ટ્રીય બજરંગદળમાં સૌરાષ્‍ટ્ર પ્રાંત મંત્રી છે.તેઓ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલગેટ પાસે હતા ત્‍યારે તેમને હળવદથી ધ્રાંગધ્રા તરફથી આવતી પીકઅપમાં પશુઓ હોવાની  માહિતી મળતા વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકી તપાસ કરાતા તેમાં પાછળ બે પશુઓને ઘાસચારા કે પાણીની વ્‍યવસ્‍થા વગર ક્રુરતાપુર્વક બાંધેલી હાલતમાં હતા. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક નખત્રાણા તાલુકાના જલુ ગામના અલીફ શેરખાન જતને ઝડપી લીધો હતો. ુતપાસ એચસી એમ. પી. ઝાલા ચલાવી રહ્યા છે. 

(11:41 AM IST)