તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 23rd January 2026
દિવસે મજૂરી રાત્રે ચોરી કરતી ગેંગે કચ્છમાં પણ દાગીના ચોર્યા'તા
ભુજના ફતેગઢમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરનારા હળવદ - અમરેલીથી ઝડપાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : પોલીસ મહા નિરીક્ષક ચીરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં મિલ્કત સંબધી ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશન મા ફતેગઢ ગામે વિષ્ણુ જવેલર્સ નામ સોના ચાંદી ની દુકાન રાત્રિ દરમ્યાન અજાણ્યા ચાર ઇસમો દુકાન ના તાળા તોડી ચાંદી ના દાગીના ચોરી કરી ગયેલા નો બનાવ બનેલ હોય જે અન્વયે ૨ા૫૨ પોલીસ સ્ટેશનમા ગુ-નં.૨. ૧૧૯૯૩૦૧૦૨૫૦૫૬૨/૨૦૨૫ બીકલમ ૩૦૫ એસ.એન., ૩૩૧ (૩),૩૩૧મુજબ (૪) નો ગુનો દાખલ થયેલ હોય આ ચોરી ના ગુના ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.બી.બુબડીયા તથા રાપર પોલીસ સ્ટેશનની ટીમ નાઓ દ્વારા સતત પ્રયત્નશીલ રહી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ટેકનીકલ એનાલીસ અધારે આ ગુનામા સંડોવાયેલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ જઈ તપાસ કરતા હળવદ, અમરેલી મધ્યે થી આરોપીઓને ચોરીના મુદામાલ સાથે પડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપીમાં (૧) મુકેશ ધુલીયા આમલીયાર ઉ-વ.૨૨ હાલ રહે-હળવદ જી કકડવા-મોરબી મુળ રહે. તા ધાર થાના ટાંડા.ડુકશી જી.મધ્યપ્રદેશ (૨) રમેશ કલમસંગ બધેલ ઉહાલ રહે ૨૩.વ.-મોટા ભંડારીયા તા અમરેલી.જી. મુળ રહેબાવડી ખુર્દ તા -, જોબાટ જીઅલીરાજપુર થાના ઉદયગઢ કનસ મધ્યપ્રદેશ તથા ફરાર આરોપીમાં (૩) ભાયો ઉર્ફે રોહીત યેસુ વસુનિયા રહે- આમજર કુકશી મધ્યપ્રદેશ (૪ ) જીતેન્દ્ર બાલુસિગ મનડોલી રહેજાઈ, જીરુ.કશી મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
કબ્જે કરેલ મુદ્દામાલમાં ચાંદીના નાના મોટા દાગીના કિ .રૂ.૪૨૯૫૦ તથા હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા કિ.રૂ ૧૫૦૦૦ રૂા. ૫૭૯૫૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડીમાં આ માણસો પોતાના છુટક મજુરી અર્થે આવી તે વિસ્તારમા રહી ઘર કે દુકાનની રેકી કરી પોતાના વતનમા પરત જઈ ફરી બેત્રણ માસ બાદ ફરી આવી મોઢુ બાંધી દઈ રેડી જગ્યાએ દુકાન ને તોડી ચોરી કરી લઈ જઈ પોતાના વતનમા નાસી જાય છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર જે.બી.બુબડીયા તથા પોલીસ સબ ઇન્સ. કાતરીયા તથા રાપર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા સાથે રહી કરવામાં આવી હતી. (તસ્વીર : મુકેશ રાજગોર, રાપર)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
