<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

હળવદમાં પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂઃમુખ્‍ય રસ્‍તા પરની દુકાનોના ઓટલા , બોર્ડ છાપરા સહિત દબાણો દૂર કર્યા

(દીપક જાની દ્વારા ) હળવદઃતા.ર૩, હળવદમાં છેલ્લા ઘણા સમયથી દબાણોને કારણે રોડ ઉપર ટ્રાફિક સહિતની સમસ્‍યાઓ સર્જાઈ રહી હતી. ત્‍યારે નગરપાલિકા દ્વારા આ દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી હવે ટ્રાફિકમાંથી રાહત મળવાની છે.

નગરપાલિકા દ્વારા  સરા રોડ, રાણેકપર ચોકડી, સરાનાકાથી સરા ચોકડી, સરા નાકાથી ત્રણ રસ્‍તા સુધી, રેલવે સ્‍ટેશન સહિતના મુખ્‍ય રોડ ઉપર ડીમોલેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં દુકાનોના નડતરરૂપ છાપરા, બોર્ડ, ઓટલા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્‍યા હતા. ચીફ ઓફિસર તુષાર ઝાલરિયાએ જણાવ્‍યું કે ૧૫૦ જેટલા આસામીઓને દબાણ હટાવવા સબંધે નોટિસ આપવામાં આવી હતી. ત્‍યારબાદ આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ દબાણો હટતા ટ્રાફિકની સમસ્‍યામાંથી નગરજનોને રાહત મળશે. 

(11:44 AM IST)