News of Friday, 23rd January 2026
હળવદ જીઆઇડીસીમાં અમુક મજૂરો ગૌમાંસ રાંધતા હોવાની શંકા : કારખાનાની ઓરડીઓમાં તપેલાં મોઢે માંસ મળી આવ્યું
ગૌમાંસ છે કે બીજા કોઇ પશુનું માસ ? તે જાણવા સેમ્પલ લેવાયા : હળવદમાં આજે વિવિધ સંગઠનો મૌન રેલી યોજી આવેદન

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૨૩ : હળવદ જી આઇ ડી સી માં મજૂરો ગૌમાંસ રાંધતા હોવાની શંકાને પગલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ બનાવ સ્થળની મુલાકાત લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ડીવાયએસપી સમીર સારડાએ જાહેર કરેલી વિગતો અનુસાર હળવદ જીઆઇડીસીમાં આવેલ રોશની કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં ધાબા પર મજૂરો દ્વારા ગૌમાંસ રંધાતુ હોવાની જાગળત નાગરિકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અહીંથી અવશેષો પણ મળી આવ્યા હતા. જેથી પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. હાલ આ માસના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આ માસ ગૌવંશનું છે કે અન્ય પશુનું તે સામે આવશે. બીજી તરફ પોલીસે મજૂરોની પણ સઘન પૂછપરછ શરૂ કરી છે. આ વાતની જાણ થતા મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ અને લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ભારે રોષ ફેલાયો હતો . આથી આ ઘટના નો સખત વિરોધ કરવા માટે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનો દ્વારા આજે શુક્રવારે કલાકે શ્રી રામ ગૌશાળાએ વિશાળ સંખ્યામાં એકત્ર થઈ મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટેશન સુધી મૌન રેલી યોજી આવેદન આપવાનું એલાન અપાયું છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
