<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ધોરાજીના માખીયાળા શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમે ૭ દિવસીય સહષા ચંડી મહાયજ્ઞ

તા. ૨૬ જાન્‍યુઆરીથી ૧ ફેબ્રુઆરી આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી ગુરૂ શિવસાગરજી મહારાજના સાનિધ્‍યમાં ગુજરાતમાં પ્રથમ વખત શ્રી સહષા ચંડી મહાયજ્ઞ યોજાશે : રાજસ્‍થાનના ૧૦૧ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દરરોજ લાખો મંત્રનો જાપ થશે : ધોરાજી - જૂનાગઢ વચ્‍ચે આવેલ માખીયાળા ગામ નજીક ભવ્‍ય આયોજન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૩ : ગુજરાતમાં સૌપ્રથમ વખત માખીયાળા શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમ ખાતે તારીખ ૨૬ જાન્‍યુઆરીથી ૧ ફેબ્રુઆરી સાત  દિવસીય સહષા ચંડી મહાયજ્ઞ ભવ્‍ય રીતે યોજાશે.

ધોરાજી થી ૧૩ કિલોમીટર દૂર આવેલ માખીયાળા બાલાજી કોલેજની બાજુમાં આવેલ શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમ ખાતે પૂજ્‍ય ગુરુદેવ મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શિવસાગરજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને તારીખ ૨૬ જાન્‍યુઆરી સોમવારના રોજ ગુજરાતમાં પ્રથમ વખત સાત દીવાસીય  શ્રી સહષા ચંડી મહાયજ્ઞનો ભવ્‍ય આયોજન કરવામાં આવેલું છે જેની તડામાર તૈયારીઓ ચાલુ છે.

ધોરાજી થી ૧૩ કિલોમીટર દૂર ધોરાજી જુનાગઢ વચ્‍ચે આવેલ માખીયાળા ગામની ભૂમિ ઉપર ગુજરાતમાં સૌપ્રથમ વખત તપો ભૂમિ ગણાતા શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમ માખીયાળા ભૂમિ ઉપર ભવ્‍ય આયોજન થઈ રહ્યું છે.

જે અંગે શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ એ મહા યજ્ઞ ની માહિતી આપતા જણાવેલ કે તપોભૂમિ ધોરાજીથી ૧૩ કિલોમીટર દૂર આવેલ માખીયાળા ગામ નજીક આવેલ શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમ ખાતે શ્રી સહષા ચંડી મહાયજ્ઞનો આયોજન કરવામાં આવેલું છે. જેમાં રાજસ્‍થાનના ૧૦૧ વિદ્વાન બ્રાહ્મ ણો દ્વારા આ મહાયજ્ઞનો તારીખ ૨૬ જાન્‍યુઆરી સોમવારના રોજ વૈદિક મંત્રોચાર સાથે પ્રારંભ કરવામાં આવશે અને તારીખ ૧ ફેબ્રુઆરી સાત દિવસના અંતે પૂર્ણાહુતિ થશે.

સહષા ચંડી મહાયજ્ઞ વિશે માહિતી આપતા જણાવેલ કે સહષા ચંડી મહાયજ્ઞ  હિન્‍દુ ધર્મના સૌથી શક્‍તિશાળી અને ફળદાયી ધાર્મિક વિધિઓમાંની એક છે. આ માતા દુર્ગા (શક્‍તિ) ના આનંદ માટે કરવામાં આવતી અત્‍યંત વિસ્‍તળત યાજી છે.

સહષાી ચંદી યજ્ઞની મુખ્‍ય બાબતો

અર્થ : ‘સહષા' એટલે એક હજાર. આ યજ્ઞમાં શ્રી દુર્ગા સપ્તશતી (દેવી મહાત્‍મા) ના ૭૦૦ શ્‍લોકોનો ૧,૦૦૦ વખત પાઠ કરવામાં આવે છે.

ઉદ્દેશ્‍ય : આ યાજ્ઞ વ્‍યક્‍તિગત સુખ-શાંતિ, દુશ્‍મનો પર વિજય, ગંભીર રોગોથી મુક્‍તિ અને જાહેર કલ્‍યાણ (જેમ કે દુષ્‍કાળ અથવા મહામારી સામે રક્ષણ) માટે યોજવામાં આવે છે.

પ્રક્રિયા : આમાં ૧,૦૦૦ પાઠો તેમજ દસમા ભાગ (૧૦૦ વખત) હવન કરવામાં આવે છે. તેની સાથે કુમારી પૂજા અને બ્રાહ્મણ ભોજનનો પણ કાયદો છે.

ધાર્મિક વિધિનો સમય : આ સામાન્‍ય રીતે નવરાત્રિ દરમિયાન અથવા કોઈ ખાસ શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. તેને પરિપૂર્ણ કરવા માટે વિદ્વાન પંડિતો અને બ્રાહ્મ ણોની એક મોટી ટુકડીની જરૂર છે

આ પ્રકારનું શ્રી સહષા સત ચંડી મહાયજ્ઞનું મહત્‍વ છે. શ્રી દિગંબર સંન્‍યાસ નવદુર્ગા આશ્રમ ખાતે માત્ર ધાર્મિક મહત્‍વ છે અને આ યજ્ઞ પણ સંપૂર્ણ ધાર્મિક વિધિ દ્વારા થવાનો છે.જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(12:23 PM IST)