<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ધ્રોલ પાસે અકસ્‍માતમાં પેટ્રોલ પંપના કર્મચારીનું મોત

જાયવા-લૈયારા વચ્‍ચે બાઇક અને કાર વચ્‍ચે અકસ્‍માતમાં રાજેશ વજારના મોતથી અરેરાટી

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ર૩: ધ્રોલ નજીક રાજકોટ હાઈવે પર આજે એક કમકમાટીભર્યો અકસ્‍માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું મોત નીપજ્‍યું છે. પ્રાપ્‍ત વિગતો મુજબ, રાજકોટ હાઈવે પર આવેલા જાયવા અને લૈયારા ગામ વચ્‍ચે આજે આ અકસ્‍માતની ઘટના બની હતી. જેમાં ટુ-વ્‍હીલર લઈને પસાર થઈ રહેલા ધ્રોલના મોચી બજારમાં રહેતા ૪૫ વર્ષીય રાજેશભાઈ વિનુભાઈ વજારનું ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું.

જાણવા મળતી વિગત મુજબ મળતક રાજેશભાઈ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા અને આજે ફરજ પર હોય ત્‍યારે આ અકસ્‍માત નડ્‍યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને મળતદેહને હોસ્‍પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પેટ્રોલ પંપના કર્મચારી અને મોચી બજારના રહેવાસી આધેડના અકાળે અવસાનથી સ્‍થાનિકો અને પરિવારમાં ભારે શોક વ્‍યાપી ગયો છે.

(1:21 PM IST)