<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ધ્રોલમાં માતુશ્રી રામબાઈમાં આહિર કન્‍યા છાત્રાલયમાં આહિર જ્ઞાતિનો મહાસંગમ; સ્‍મૃતિભવનનું લોકાર્પણ અને ધારાસભ્‍યોનું સન્‍માન

સાંસદ પુનમબેન માડમ દ્વારા હેમતભાઈ માડમ સ્‍મૃતિભવનનું લોકાપર્ણ અને મહંતશ્રી પ્રભુદાસજી તથા પૂજ્‍ય મુરીમાંના હસ્‍તે માતુશ્રી રામબાઈમાંની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમઃ ર૬ મી જાન્‍યુઆરીએ આયોજન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તો ર૩: જામનગર-રાજકોટ હાઇવે પર સ્‍થિત શિક્ષણધામ માતુશ્રી રામબાઈમાં આહીર કન્‍યા છાત્રાલય-ધ્રોલના આંગણે આગામી ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ એક ભવ્‍ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે ‘‘શ્રી હેમતભાઈ રામભાઈ માડમ સ્‍મળતિભવન''નું લોકાપર્ણ જામનગરના સાંસદ શ્રી પુનમબેન માડમના હસ્‍તે, માતુશ્રી રામબાઈમાંની પ્રતિમાનું અનાવરણ અને આહીર સમાજનું ગૌરવ વધારનાર નવનિર્વાચિત મંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્‍યશ્રીઓનો ભવ્‍ય અભિવાદન સમારોહ યોજાશે.

સમાજ ઉત્‍થાન અને કન્‍યા કેળવણીના ઉમદા હેતુથી કાર્યરત માતુશ્રી રામબાઈમાં આહીર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અખિલ ગુજરાત આહીર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા અધ્‍યક્ષસ્‍થાને શોભશે. માતુશ્રી રામબાઈમાંની પ્રતિમાનું અનાવરણ વવાણીયા ધામના મહંત શ્રી પ્રભુદાસજી અને તારાણાધારના પૂજ્‍ય મુરીમાંના હસ્‍તે શાસ્‍ત્રોક્‍ત વિધિ સાથે સંપન્‍ન થશે. આ અવસરે બોટાદના ભંજનાનંદ આશ્રમથી પધારેલા સ્‍વામી આત્‍મનંદ સરસ્‍વતીજી ઉપસ્‍થિત રહી આશીર્વચન પાઠવશે.

આ પ્રસંગે ગુજરાતના રાજકારણમાં આહીર સમાજનું પ્રતિનિધિત્‍વ કરતા મંત્રીશ્રી ત્રીકમભાઈ છાંગા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી ભગાભાઈ બારડ અને શ્રી હેમંતભાઈ ખવાનું વિશેષ સન્‍માન કરવામાં આવશે. શિક્ષણના વિકાસ માટે દાતાશ્રીઓએ ઉદાર હાથે ફાળો આપ્‍યો છે, જેમાં B.C.A. કોલેજના નિર્માણ માટે જોડિયા તાલુકા સમુહ લગ્ન સમિતિ દ્વારા રૂ. ૨૫,૦૦,૦૦૦ (પચ્‍ચીસ લાખ) નું માતબર દાન જાહેર કરાયું છે, જે માટે જોડિયા તાલુકા આહીર સમાજના પ્રમુખ શ્રી રાણાભાઈ અરજણભાઇ હુંબલ અને સમુહ લગ્ન સમિતીના પ્રમુખ શ્રી જીવણભાઈ કારૂભાઈ કુભરવાડિયાનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમજ ર્નસિંગ કોલેજ બિલ્‍ડીંગના દાતા તરીકે શ્રીમતિ સોમીબેન મુરૂભાઈ લૈયા - રાજકોટ (નેસડા) હ. વશરામભાઈ મુરૂભાઇ લૈયા તરફથી રૂ. ૨૧,૦૦,૦૦૦ (એકવીસ લાખ) નું અનુદાન પ્રાપ્‍ત થયું છે.

આ મહોત્‍સવમાં જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી અતિથિ વિશેષ તરીકે શ્રી ભીખુભાઈ વારોતરીયા (ભાટીયા), ડો. રણમલભાઈ વારોતરીયા (જામખંભાળીયા), શ્રી હરદાસભાઈ કંડોરીયા (જામનગર), શ્રી વિ.એચ. કનારા સાહેબ (જામનગર), શ્રી નાગદાનભાઈ ચાવડા (પરાપીપરીયા), શ્રી કાળુભાઈ હેરભા (રાજકોટ), શ્રી બાબુભાઈ સબાડ (રાજકોટ), શ્રી વશરામભાઈ રાઠોડ (ગુલાબનગર), શ્રી લાભુભાઈ ખીમાણીયા (દ્વારકા), શ્રી લાખાભાઈ જારીયા (મોરબી), શ્રી ભાવનાબેન શિયાર (પ્રમુખ, ધ્રોલ તા. પંચાયત) અને શ્રી ધરમભાઈ કાંબલીયા (સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી) સહિતના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

મહોત્‍સવના ભોજન સમારંભના મુખ્‍ય દાતા તરીકે રાજકોટ (નેસડા) ના શ્રી વશરામભાઈ મુરૂભાઈ લૈયાએ રૂ. ૨,૫૧,૦૦૦નું યોગદાન આપ્‍યું છે. તે ઉપરાંત શ્રી વિમલભાઈ રાઠોડ, શ્રી જશુભાઈ શીયાર, શ્રી શૈલેષભાઈ ડાંગર, શ્રી દિનેશભાઈ શીયાર, શ્રી વરજાંગભાઈ ખીમાણીયા, શ્રી નારણભાઇ મકવાણા, શ્રી પન્‍નાલાલ સોલંકી, શ્રી ભરતભાઈ ડાંગર અને શ્રી હરીભાઈ સોલંકી સહિતના દાતાઓએ આર્થિક સહયોગ આપ્‍યો છે. મહોત્‍સવ સમિતિ દ્વારા સમસ્‍ત આહીર સમાજને ૨૬મી    જાન્‍યુઆરીએ   સવારે ૯-૦૦ કલાકે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(1:22 PM IST)