હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાણવડમાં સૂર્ય કાચબા વેચનારો ઝડપાયો
૧ર નંગ સ્ટાર ટર્ટલ કબજે લઇ પોલીસે વનવિભાગને સોંપી દીધા, કારખાનેદાર સામે કાર્યવાહી

ખંભાળીયા, તા. ર૩ : ભાણવડમાં, સાકરીયા કુવા રોડ ઉપર, જુના બરફના કારખાનાની સામે, વિજય રેફ્રીજરેશનવાળો અર્જુનભાઇ ભગાણી પોતાની રેફ્રીજરેશન બનાવવાના કારખાનાની બાજુના વાળામાં ‘‘સ્ટાર ટર્ટલ'' (સૂર્ય કાચબા) ગેર કાયદેસર રીતે રાખીને તેનું વેચાણ કરે છે. જેથી મળેલ હકીકત મુજબ કાર્યવાહી કરતા વાડામાં કુલ ૧ર સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા) મળી આવેલ હતા. જે સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા) રાખવા સંબંધે પરવાનગી ન હોય જેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭રની અનુસુચિ-૧ માં આવતા સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા) નંગ-૧ર વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે રાખેલ હોય, ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે, સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી ફોરેસ્ટ વિભાગ, ભાણવડને સોંપી આપેલ છે.
લોકમુખે ચર્ચાતી વાતો મુજબ.... રાતોરાત પૈસાવાળુ થવા...... ચમત્કારીક લાભો મેળવવા તાંત્રિક વિધી કરવા સારુ એક સૂર્ય કાચબાની કિંમત રૂા. પ,૦૦,૦૦૦/- થી રૂા. ૭,૦૦,૦૦૦/- ચૂકવે છે.
આ કામગીરી કે. કે. ગોહીલ, પોલીસ ઇન્સ્પેકટર, ડી.એ. વાળા, પોલીસ સબઇન્સ્પેકટર, નિતેશભાઇ કાનાભાઇ સહીત, અરજણભાઇ આલાભાઇ ચંદ્રવાડિયા, એ.એસ.આઇ., લક્ષમણભાઇ કરસનભાઇ આંબલીયા, હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ.આઇ., ચિરાગસિંહ ભીખુભા જાડેજા, એ.એસ.આઇ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
