હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલથી રાશન લેવા જુનાગઢ જઇ રહેલા વૃધ્ધ રઝાકભાઇ ચોૈહાણનું વાહન અકસ્માતમાં મોત
જેતલસર પાસે વૃધ્ધના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: જેતપુરના જેતલસર નજીક બે મોટરસાઇકલ સામ સામે અથડાતાં ગોંડલના વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મોત થયું છે. મુસ્લિમ પરિવારના વૃધ્ધ બાઇક હંકારી જુનાગઢ રાશન લેવા માટે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં રજાકભાઇ મહમદભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ગઇકાલે સવારે બાઇક હંકારી ગોંડલથી જુનાગઢ ખાતે રાશન લેવા જવા નીકળ્યા હતાં. દરમિયાન જેતલસરમાં સોરઠ હોટલ પાસે પહોંચ્યા ત્યારે સામેથી તેના વાહન સાથે અનય બાઇક અથડાતાં તેઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને જુનાગઢ, જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ આજે સવારે અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર રઝાકભાઇ ત્રણ બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
