<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ગીર અભ્યારણ્યમાં યુવાન ટ્રેકર અશરફ

ચૌહાણના આકસ્મીક મૃત્યુથી નોંધારા બનેલા પરિવારની વ્હારે ખમ્મા સૃષ્ટિ ગૃપ : ૬ લાખ અર્પણ

રાજકોટ, તા., ર૩ : થોડાં દિવસો પહેલાં એક આકસ્મિક દુર્ઘટનામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણ્યનાં ૩૦ વર્ષનાં યુવાન ટ્રેકર શ્રી અશરફભાઈ ચૌહાણનું ફરજ દરમિયાન દુઃખદ અવસાન થઈ ગયું. શ્રી અશરફભાઈ તેમની પાછળ ત્રણ વર્ષની નાની દીકરી, સગર્ભા પત્ની અને વૃદ્ધ માતા-પિતાને વિલાપ કરતાં છોડી ગયા છે.

વન્યપ્રાણી ટ્રેકર્સ ફિલ્ડમાં દિવસ-રાત અતિ મહત્વની કામગીરી કરતાં હોય છે, પરંતુ કમનસીબે તેઓને કોન્ટ્રાકટસ ઉપર અથવા તો આઉટર્સોસિંગ થી ટેમ્પરરી જ ધોરણે જ રાખવામાં આવે છે, તેથી તેમને સરકારી નોકરીયાતનાં લાભ મળી શકતાં નથી.

ખમ્મા સૃષ્ટિને નામનાં કુદરત પ્રેમી સભ્યોનાં વ્હોટ્સએપ ગ્રુપ તથાં તેમનાં મિત્રો દ્વારા ભંડોળ એકઠું કરવામાં આવેલ છે. તેમાં જૂનાગઢનાં ડો. જલ્પનભાઈ રૂપાપરા તથાં ડો.. પૂર્વેશભાઈ કાચા દ્વારા રૂ. ૨.૦ લાખ મળી, કુલ રૂ. ૬.૦ લાખ નાં અનુદાનની રકમ વિસાવદર તાલુકાનાં રાજપરા ગામે રહેતાં સ્વ. અશરફભાઈનાં પિતાશ્રી અલીભાઈ ને ડો. રામ રતન નાલા, ભાવસે, વન સંરક્ષક શ્રી, વન્યપ્રાણી વર્તુળ જુનાગઢ દ્વારા બુધવાર, તારીખ ૨૧ મી જાન્યુઆરી નાં રોજ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ સહ અર્પણ કરવામાં આવી. ડો. જલ્પનભાઈ રૂપાપરા, ડો. પૂર્વેશભાઈ કાચા, શ્રી કમલેશભાઈ અઢિયા, પ્રમુખશ્રી એશિયાટિક લાયન પ્રોટેકશન સોસાયટી અને શ્રી કિશોરભાઈ કોટેચા, પ્રમુખશ્રી, વાઇલ્ડલાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટ, રાજકોટ, વિગેરે તેમની સાથે રહ્યાં હતાં  તેમ ભુષણ પંડયા (પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર)ની યાદીમાં જણાવાયું છે.ભોગ બનનાર અશરફભાઇના પિતા અને માસુમ બાળકની હાજરીમાં અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી ત્યારે ભાવુક દ્રશ્યોસર્જાયા હતા. ઇન્સેટ તસ્વીર ભોગ બનનાર અશરફભાઇ ચૌહાણની છે.

(3:08 PM IST)