હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd January 2026
અમરેલીના ચિતલ નજીક ટ્રેઈન ઉથલાવવાનો પ્રયાસ
અજાણ્યા શખ્સો દ્વારા રેલ્વે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગ પોલ મૂકતા પોલીસ દોડી ગઈ : તપાસનો ધમધમાટ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૨૩ : અમરેલીના ચિતલ નજીક ટ્રેઈન ઉથલાવવાનો પ્રયાસ થતા દોડધામ મચી ગઈ છે.ચિતલથી ખીજડીયા વચ્ચે ટ્રેઈન ઉથલાવવાનો પ્રયાસ થયો છે.ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેઈન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
અજાણ્યા શખ્સો દ્વારા રેલ્વે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગ પોલ મૂકતા પોલીસ દોડી ગઈ હતી.ટ્રેઈન ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.અમરેલી તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
