<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ગોંડલમાં ગુમ થયેલી બે સગીરાને પોલીસે પરબવાવથી છોડાવી: બે આરોપીઓની ધરપકડ i

શાળાએથી ગુમ થયેલી ધોરણ-9 ની બે સખીને ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસે ભેસાણના પરબવાવથી શોધી કાઢી: મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરાતો હોવા છતાં, PI એલ.આર.ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો

રાજકોટના ગોંડલમાં ગુમ થયેલી બે સગીરાને પોલીસે પરબવાવથી છોડાવી છે. સગીરાને ભગાડી જવા અંગે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગત 20 જાન્યુઆરીના રોજ, શાળાએથી ગુમ થયેલી ધોરણ-9 ની બે સખીને ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસે ભેસાણના પરબવાવથી સુરક્ષિત રીતે શોધી કાઢી છે. 

 મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરાતો હોવા છતાં, PI એલ.આર.ગોહિલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે હાર્દિક જેન્તીભાઈ શેખવા અને પરેશ કાનજી  બન્ને રહે નાગડકા રોડ, ગોંડલની ધરપકડ કરી છે.

 આરોપીઓ વિરુદ્ધ પોકસો (POCSO) 4/6 તથા BNS 137, 87 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

(6:51 PM IST)