<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

મોરબીના ઇન્દિરાનગરમાં વરલી જુગાર પર દરોડો , 32 હજારની રોકડ સાથે 6 ઝડપાયા.

ખારોપાટ વિસ્તાર મોટા પાયે રમાતો હતો વર્લીફીચરનો જુગાર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ક્રાઈમબ્રાન્ચની ટીમે શહેરના ઈન્દિરાનગર ખારોપાટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વરલી ફિચરનો જુગાર રમતા અને રમાડતા છ શખ્સોને રોકડા રૂપિયા 32 હજાર તેમજ વર્લી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

     પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ખારોપાટ પાસે આવેલ ડેકો કારખાનાની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં વર્લીફીચરના આંકડા લખી જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ક્રાઈમબ્રાન્ચની ટીમે દરોડો પાડી આરોપી 1.જગદીશ હરીલાલ જોશી ( રહે. મોરબી) 2. પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા( રહે.મોરબી) 3. સુનીલ ધીરૂભાઈ સુરેલા ( રહે. ઈંદીરાનગર મોરબી) 4. મનિષભાઈ રાજુભાઇ સુરેલા ( રહે.ઈંદીરાનગર મોરબી) 6. સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા( રહે.વીસીપરા, મોરબી) અને મનોજગર બટુકગર ગોસાઈ (ઉ.વ.૩૮)( રહે. વાવડીરોડ મોરબી વાળા) ઓને ઝડપી લઈ વર્લીફીચરના આંકડા લખેલ એક નોટબૂક તથા બોલપેન તેમજ રોકડ રૂ.32 હજાર કબ્જે કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

(11:22 PM IST)