News of Friday, 23rd January 2026
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી: ધુમાડાના ગોટેગોટા:ફાયર ફાઈટરોએ કાબુ મેળવી લીધો : જૂઓ વિડીયો
આગની તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો

જામનગર શહેરમાં આવેલા બેડેશ્વર વિસ્તારમાં એકાએક કચરાના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી અને ત્યાંના લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા, આગની તુરંત ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા ગાડીઓમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લઇ ઠારવામાં આવી હતી. એકાએક આગ લાગતાં લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતાં. જોકે આ આગ લાગવાનું હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી (તસવીરો /વિડિયો : કિંજલ કારસરીયા, જામનગર)
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
