<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મોરબીના રામગઢ ગામેથી સગીરાનું અપહરણ: તપાસ શરૂ.

ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના રામગઢ (કોયલી) ગામે રહેતા મજુર પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સગીરાને શોધવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરયા છે.

     મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ છોટા ઉદયપુરના અને હાલ મોરબી તાલુકાના રામગઢ ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારની ૧૧ વર્ષની દીકરીનું તા. ૨૪-૧૨-૨૫ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ હતું.જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.મિશ્રા દ્વારા ગુમ થયેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:37 AM IST)