<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો.

તાલુકા પોલીસ ટી પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે આરોપીને ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલ સોમાભાઈ લોદરીયા( રહે ગોપાલગઢ તા. ધ્રાંગધ્રા વાળો)  છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવા તાલુકા પોલીસ ટી પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે આરોપીને ટીંબડી બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપી મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથક, હળવદ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સહિતના પાંચથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

(12:41 AM IST)