<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

મોરબીમાં પોલીસની નવ ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ: એસપી ઓફીસ અને હેડક્વાર્ટર વચ્ચે ફાઈનલ મેચ જામ્યો.

હેડ ક્વાર્ટર ટીમના ૧૪૪ ના લક્ષ્યાંક સામે એસપી ઓફીસ ટીમ ૧૪૦ રન બનાવી શકી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તા. ૧૨ થી ૨૧ સુધી પોલીસની નવ ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી ટુર્નામેન્ટ ફાઈલનમાં એસપી ઓફીસ અને હેડ ક્વાર્ટર વચ્ચે ટક્કર થઇ હતી જેમાં કેપ્ટન આર પી ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ ક્વાર્ટર ટીમે ૧૪૪ રન કર્યા હતા અને કેપ્ટન પી ડી સોલંકીની એસપી ઓફીસ ટીમ રન ચેઝ કરતા ૧૪૦ રન જ બનાવી સકી હતી.

   જેમાં મેન ઓફ ધ મેચ મયુરસિંહ જાડેજા, મેન ઓફ ધ સીરીઝ ધવલ ડાંગર, બેસ્ટ બેટ્સમેન શૈલન્દ્રસિંહ ઝાલા,બેસ્ટ બોલર વિજય સવસેટા જાહેર કરવામાં આવ્યા હતા ટુર્નામેન્ટ જીલ્લા પોલીસવડા મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી તેમજ ડીવાયએસપી વિરલ દલવાડી, જે એમ આલ, એસ એચ સારડા અને કે પી પરમાર તેમજ પીઆઈ હકુમતસિંહ જાડેજાની આગેવાની હેઠળ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

(12:44 AM IST)