<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

કચ્છની રાપર નગરપાલિકા મધ્યે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા : વડાપ્રધાન નરેન્દ્રભાઈના કાર્યક્રમનું કેરળથી જીવંત પ્રસારણ

પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના અંતર્ગત રાપર ની બેક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયા ના સહયોગથી રાપર શહેર ના નવ લાભાર્થી ને જુદી જુદી સ્વ રોજગાર અન્વયે રુપિયા બે લાખ પાંચ હજાર રૂપિયા ના ચેક વિતરણ કરવામાં આવ્યા

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  કચ્છમાં રાપર નગરપાલિકા કચેરી ખાતે  પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે તથા ચીફ ઓફિસર તરુણદાન ગઢવી ના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના અંતર્ગત રાપર ની બેક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયા ના સહયોગથી રાપર શહેર ના નવ લાભાર્થી ને જુદી જુદી સ્વ રોજગાર અન્વયે રુપિયા બે લાખ પાંચ હજાર રૂપિયા ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ઉપરાંત પીએમ સ્વ નિધિ યોજના અંતર્ગત કેરળ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું આ સમયે નગરપાલિકા ના  હકુમતસિંહ સોઢા મહેશ સુથાર ચંદ્રસિંહ જાડેજા  આશિષ ગૌસ્વામી જયદીપ જાદવ દિપાલી ઠકકર શિતલ બેન જામ હરદેવસિંહ રાઠોડ નિલેશ ઠકકર ધર્મેન્દ્ર સિંહ જાડેજા હેતુભા રાઠોડ કાનજીભાઈ ડોડીયા હાર્દિક સુથાર પ્રિયાંશગિરી ગૌસ્વામી દિવ્યરાજસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ બરોડા ના હરેન્દ્સિંહ તથા બેંક ઓફ ઈન્ડિયા ના રાહુલ સારાંગી નગરપાલિકા ના શિતલ બેન જામ એ જુદી જુદી યોજના અંતર્ગત ઉપસ્થિત લોકો ને માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિતલ જામે અને આભાર વિધિ ચંદ્ર સિંહ જાડેજા એ કરી હતી.(તસ્વીર: મુકેશ રાજગોર,રાપર)

(9:40 AM IST)