હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાબરા ખાતે વીરબાઈ માતાની જન્મજયંતિ નિમિત્તે સત્સંગ અને અનકૂટ યોજાયોઃ

(દિપક કનૈયા) બાબરા લોહાણા મહાજનવાડી ખાતે વર્ષોથી નિયમિત રીતે ચાલતા સત્સંગ મંડળની બહેનો દ્વારા વીરબાઈ માતાની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. અત્યાર સુધી વીરબાઈ માતાની જન્મજયંતિની ઉજવણી ન થતી હોવાને કારણે સત્સંગ મંડળની બહેનો એકત્રિત થઈ જલારામ ઝૂંપડી ખાતે રોટલાના અનકૂટનું આયોજન કરવાની તૈયારી છેલ્લા ઘણા સમયથી કરી રહી હતી.
આ અવસરે શિવાજી ચોકથી શરૂ થઈ ઉભી બજાર, ચકલા ચોક થઈ જલારામ ઝૂંપડી સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં સત્સંગ મંડળની બહેનો ભાગ લીધો હતો
અનકૂટમાં વીરબાઈ માતામાં માનતા ધરાવતા અનેક ભક્તોએ સામગ્રી સ્વરૂપે રોટલા અર્પણ કર્યા હતા. અનકૂટના દર્શન બાદ સત્સંગ યોજાયો અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સત્સંગ મંડળની બહેનો તેમજ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓએ રોટલા અને ઓળાનો પ્રસાદ લઈ જલારામ બાપા તથા વીરબાઈ માતાની જયઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
બાબરાના વીરબાઈ માતા સત્સંગ મંડળની બહેનોએ આવી ધાર્મિક તથા સંસ્કારસભર ઉજવણીની પહેલ કરી છે અને આગામી વર્ષોમાં વધુ વ્યાપક આયોજન સાથે આવા ઉત્સવો ઉજવવા કટિબદ્ધ હોવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
