હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શું ફરી માવઠુ થશે?
ર૭-ર૮ જાન્યુઆરી આસપાસ

(મહદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૪: આગામી ર૭-ર૮ જાન્યુઆરી આસપાસ પસાર થનાર વેસ્ટર્ન ડીસ્ટબન્સના પ્રભાવે ગુજરાતના અમુક વિસ્તારોમાં ફરી કમોસમી માવઠુ થઇ શકવાની સંભાવના સ્કાયમેટના મહેશ પલાવત વ્યકત કરે છે.
જો કે તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે, વિતેલા ડબલ્યુડીની સરખામણીએ આ ડબલ્યુડી એટલું મજબુત નથી.
અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજ વાળા પવનો ડબલ્યુડીમાં ભળતા હોઇ, ડબલ્યુડી વધુ સમક્ષ બને છે. રાજયના અમુક વિસ્તારોમાં હળવા માવઠાની ગતીવિધિ એટલે જ જોવા મળી હતી.
આગામી ર૭-ર૮ તારીખે પસાર થનાર ડબલ્યુડી પ્રમાણમાં મજબુત ન હોઇ તેનો પ્રભાવ પણ થોડો નબળો રહેશે જેથી આ સમયગાળામાં ગુજરાતના ઉતર અને કચ્છના વિસ્તારોમાં હળવા માવઠાની અસર થાય પણ ખરી અને ન પણ થાય એવી બન્ને સંભાવનાઓ રહે છે.
હાલના વેગીલા પવનોથી ઠંડી વધુ ધ્રુજાવી રહી છે. આઇએમડી અનુસાર બે દિ' બાદ ઠંડી ઘટશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
