<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ધાર્મિક વિધિના બ્‍હાને છેતરપીંડી કરતા રાજકોટના ૩ શખ્‍સો ઝડપાયા

વડિયા, બગસરા, ધ્રોલ, કાલાવાડ, લોધિકા, ટંકારા, જસદણ, જામજોધપુર વિસ્‍તારના ર૦ ગુન્‍હાનો ભેદ ઉકેલાયો રોકડ, દાગીનાની છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ કરતી અમરેલી એલ.સી.બી. પોલીસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ :.. એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી ધાર્મિક વિધી કરી બિમારી તેમજ દુઃખ દર્દ દુર કરવા ના બહાને છેતરપીંડી વિશ્વાસઘાત કરી, સોનાના દાગીના તથા રોકડ પડાવતી ગેંગના ત્રણ ઇસમોને રોકડ રકમ, સોનાના ઢાળીયાઓ તથા મોટર સાયકલ સહીતન મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર જિલ્લાઓમાં છેતરપીંડી વિશ્વાસઘાતના ૨૦ બનાવનો ભેદ ઉકેલી અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં સફળતા મળેલ છે.

(૧) રમેશ  ઉર્ફે રમેશનાથ જવેરભાઈ લકુમ, ઉ.વ.૪૫, રહે.

(૨) ભરત ઉર્ફે ભરતનાથ સુરાભાઈ લકુમ, ઉ.વ.૪૮, રહે.

(૩) ઉપેન્‍દ્ર મીઠાભાઈ લકુમ, ઉ.વ.૪૧, રહે.ત્રણેય, રાજકોટ, ભારતનગર, મેઇન રોડ, આજીડેમ ચોકડી પાસે, ને ઝડપી લઇ

(૧) રોકડા રૂ.૧૮,૦૦૦/-

(૨) એક ૧૭.૫ કેરેટ સોનાનો ઢાળીયો વજન ૭.૦૯ ગ્રામ જેની કિ.રૂ.૮૦,૦૦૦/-

(૩) એક ૧૮.૧ કેરેટ સોનાનો ઢાળીયો વજન ૫.૫૯ ગ્રામ જેની કિ.રૂ.૬૩,૦૦૦/-

(૪) એક ૧૮, ૩ કેરેટ સોનાનો ઢાળીયો વજન ૫.૬ ગ્રામ જેની કિ.રૂ.૬૪,૦૦૦/-

(૫) એક કીપેઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/-

(૬) એક હોન્‍ડા ડ્રીમ મોડલનું મોટર સાયકલ જેના રજી. નંબર જી.જે.૦૩. એચ.એફ. ૪૨૫૮ કિ.રૂ.૨૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨, ૫૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં ર૦ ગુન્‍હાની કબુલાત આપેલ છે.

(૧) આશરે બે મહીના પહેલા ત્રણેય ઇસમો મોટર સાયકલ લઈને અમરેલી જિલ્લાના વડીયા ત લુકાના જુના બાદલપુર ગામે, એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને જઈ ત્‍યાં એક ભાઇ તથા મહીલા અને દિકરો હાજર હતા, તેઓને પોતે રાજકોટ ગામ બાજુના છીએ અને રામામંડળનું આખ્‍યાન રમીએ છીએ, તમો કેમ બોવ ચિંતામાં છો અને તમારો દિકરો બિમાર રહે છે તેવું કહેતા હ જર ભાઇએ તેના દિકરાને અગાઉ પેરાલીસીસ આવેલ તેની ઘણી દવા કરાવવા છતા સારૂ થતુ નહી હોવા નુ કહેલ જેથી તેઓની પાસે અલગ અલગ વીધીઓ કરાવ બધુ સરૂ થઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઇ, મહીલાએ તેના બંન્ને કામ પહેરેલ સોનાની બુંટીઓ એક સફેદ કપડામાં મુકાવી, વિધી કરાવવાના નામે છેતરપીંડી કરી સોનાની બંન્ને બુટ્ટીઓ લઇ જતા રહેલ.

 

  આશરે પોણા પાંચેક મહીના પહેલા રમેશનાથ તથા ઉપેન્‍દ્રનાથ બંન્ને મોટર સાયકલ લઇને  વડીયા તાલુકા ના અરજણસુખ ગામથી અ ગળ વડીયા-બગસરા રોડના કાઠે આવેલ ખેતરના સેઢે એક મહીલા બેઠેલ હોય તેની પાસે પાણી પીવાના બહાને જઈ, પોતે સરધાર ગામ બાજુના છીએ અને રામામંડળનું આખ્‍યાન રમીએ છીએ તેવુ કહી તેઓ ચિતા મા રહેતા હોય અને તેઓના દિકરાને કમરની બિમારી હોય તેની વાતો કરી, તેના પત્તિ આવેલ તેને પણ લાલચો આપી મહીલાએ બંન્ને કાનમા પહેરેલ સોનાની કડીઓ પોતાની પાસે રહેલ સફેદ કપડામાં રખાવી, તેઓની ચિંતા દુર કરાવી આપશુ તેવી વાતો કરી વિશ્વાસમા લઇ સોનાની બંન્ને કડીઓ લઇ જતા રહેલ.

(૩) આશરે સવા છએક મહીના પહેલા ત્રણેય ઇસમો મોટર સાયકલ લઈને અમરેલી જિલ્લાના બગરારા તાલુકાના પીઠડીયા ગામે, એક રહેણાંક મકાને પાણી પીવાના બહાને જતા ત્‍યાં એક ભાઈ અને તેના પત્‍નિ હાજર હતા, જેથી પોતે રામામંડળનું આખ્‍યાન રમીએ છીએ, તમો કેમ બોવ ચિંત માં છો તેવુ કહી અલગ અલગ વીધીઓ કરાવી બધુ સારૂ થઇ જશે તેમ વિશ્વાસમાં લઇ, વીધી કરવા માટે સોનુ આપવાનુ કહેતા હાજર મહીલાએ રૂમની તીજોરીમાંથી સોનાની બુંટીઓ કાઢી આપતા તેને હાથ રૂમાલમા મુકાવી, વિધી કરાવવાના નામે સોનાની બંન્ને બુટ્ટીઓ ત્રણ દિવસ માટે લઇ જવાનુ કહી જતા રહેલ.

(૪) આજથી આશરે સવા એક મહીના પહેલ બપોરના  રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઇને ધ્રોલ ખાતે, જોડીયાના કાચા રસ્‍તે ચાંમુડા પ્‍લોટ વિસ્‍તાર પાછળ એક વાડીમા મોટી ઉમરના દાદા તથા એક ભાઈ હતા તેની પાસે પાણી પીવાના બહાને જઇ તેઓ બંન્ને સાથે વાતચીત કરી વિશ્વાસમા તેઓની પાસેથી રામામંડળ રમાડવા સારૂ દીવેલ તથા ગાયના ઘાસચારાના રોકડા રૂ&.૬,૦૦૦/- છેતરપીંડીથી લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૫) આજથી આશરે પોણા બે મહીના પહેલા બપોર પછી ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને  કાલાવડ તાલુકાના મોરવાડી ગામે એક ઘરે પાણી પીવાના બહાને જઇ ત્‍યાં એક મોટી ઉમરના દાદા હતા તેની સાથે રામામંડળ રમાડવા તથા તેના ઘરે દીકરાના વહુની માંદગી દુર કરવા વિધી કરાવી આપવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂા.૨૧,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૬) આજથી આશરે પોણા ત્રણેક મહીના પહેલા બપોરના ત્રણેય ઇરામો મોટર સાયકલ લઇને રાજકોટ, રેલનગરમા કર્ણાવતી સ્‍કુલ પાસે એક ઘરે પાણી પીવાના બહાને જઈ ત્‍યાં એક મોટી ઉમરના દાદા હતા તેની સાથે પોતે રામદેવપીરના સેવકો હોવાનુ કહી દીવેલના પૈસા અંગેની વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડ રૂ.૩,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૭) ઉપરોક્‍ત બનાવના આગળના દિવસે બપોરના  ત્રણેય ઇસમ મોટર સાયકલ લઇને લોધીકા તાલુકાના રાવકી ગામની સીમમા એક વાડીએ પાણી પીવાના બહાને જઇ ત્‍યાં એક ભાઇ હતા તેની સાથે પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલના પૈસાની વાતચીત કરી વિશ્વાસમા લઇ છે રર્પીડીથી રોકડા રૂ.૮,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૮) આજથી આશરે સવા ત્રણેક મહીના પહેલા બપોરના  ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને  લોધીકા તાલુકાના પાળ ગામે એક ઘરે પાણી પીવાના બહાને જઈ ત્‍યાં એક દાદા હતા તેની ૨ થે પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલ તથા તેના પત્‍નિની માંદગી દુર કરવા વિધી કરાવી આપવા બાબતે વાતચીત કરી વિશ્વ રામા લઇ છેતરપીંડીથી રોકડા રૂ.૨૩,૦૦૦/- લઈ ત્‍યાંથી જતા રહેલ.

(૯) ઉપરોક્‍ત બનાવના બે દિવસ પહેલા બપોરના  ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને  કાલાવાડ તાલુકાના બાંગા ગામે એક ઘરે પાણી પીવાના બહાને જઈ ત્‍યાં એક દાદા હાજર હતા તેની સાથે પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલ તથા તેના પત્‍નિની માંદગી દુર કરવા વિધી કરાવી આપવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડ રૂ.૭,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૧૦) આજથી આશરે સવા યારેક મહીના પહેલા સવારના  ત્રણેય ઇસમો મોટર સાયકલ લઇને  ટંકારા તાલુકાના હરીપર ગામ પાસે મિતાળા ગામ તરફ રોડ ઉપર ચોકડી પાસે એક મોટર સાયકલ વાળા ભાઈને રટતો પુછવાના બહાને ઉભા રાખી, પોતે રામદેવપીરના રોવકો હોવાથી દીવેલ આપવા બાબતે વાત્‍ચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂા.૬,૦૦૦/- લઈ ત્‍યાંથી જતા રહેલ.

(૧૧) આજથી આશરે પોણા પાંચેક મહીના પહેલા બપોરના પકડાયેલ ત્રણેય ઇસમો મોટર સ ચકલ લઇને રાજકોટ શહેરમા મોરબી રોડે એક મોટર સાયકલ વાળા ભાઈને રસ્‍તો પુછવાના બહાને ઉભા રાખી પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલ આપવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂ.૨,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૧૨) આજથી આશરે છએક મહીના પહેલા સાંજના  રમેશનાથ તથા ઉપેન્‍દ્રનાથ બંન્ને મોટર સાયકલ લઇને રાજકોટ શહેરમા મવડી, બાપા સીતારામ ચોક ખાતે એક મોટર સાયકલ વાળા ભાઇને રસ્‍તો પુછવાના બહાને ઉભા રાખી તેના માથા ઉપર પાટો બાંધેલ હોવાથી તેને વધુ બિમારીની હજુ પણ દાત હોવાથી વીધી કરાવી આપવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂ.૧૦,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ

(૧૩) આજથી આશરે સવા છએક મહીના પહેલા બપોરના  રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઇને જસદણ તાલુકાના કાલાસર ગામની સીમમા રોડ કઠેિ આવેલ એક વાડીમા મોટી ઉમરના દાદા હતા તેની પાસે પાણી પીવાના બહાને જઈ વાતચીત કરી વિશ્વાસમા લઇ તેઓની પાસેથી રામામંડળ રમાડવા સારૂ દીવેલના રોકડા રૂ.૨૨૦૦/- છેતરપીંડીથી લઈ ત્‍યાંથી જતા રહેલ.

(૧૪) અ જથી આશરે સાડ છએક મહીના પહેલા રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઇને ધ્રોલ તાલુકાના લતીપુર ગામે ટંકારા તરફ જતા રોડે એક મોટર સાયકલ વાળા ભાઈને રસ્‍તો પુછવાના બહાને ઉભા રાખી પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલ આપવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂ.૧,૦૦૦/- લઇ જતા રહેલ.

(૧૫) આજથી આશરે સાડા છએક મહીના પહેલા સવારના  રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઈને લોધીકા તાલુકાના વાકુદળ ગામે એક ભાઇ સીમ વિસ્‍તાર માંથી આવતા ત્‍યારે તેને રસ્‍તો પુછવાના બહાને ઉભા રાખી, પોતે રામદેવપીરના સેવકો હોવાથી દીવેલ આપવા બાબતે વાતચીત કરી વિશ્વ સમા લઇ છેતરપીંડીથી રોકડા રૂ.૧૬,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૧૬) ઉપરોક્‍ત બનાવ બાદ એ જ દિવસે બપોરના રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઈને  જામજોધપુર તાલુકાના સાડોદર ગામે રોડ ઉપર એક મોટર ૨ યકલ વાળા ભાઈને રસ્‍તો પુછવાના બહ ને ઉભા રાખી, પોતે રામદેવપીરના સેવકો છીએ અને રામામંડળ રમાડવા માટે તથા તેના દિકરાના લગ્ન થયેલ નહી હોવાથી તેની માનતા પુરી કરવા બાબતે વાતચીત કરી વિશ્વાસમા લઇ છેતરપીંડીથી રોકડા રૂ. ૧૪,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

 

(૧૭) ઉપરોક્‍ત બનાવ બાદ એ જ દિવસે સાંજના રમેશનાથ તથા ભરતન થ જેઓ બંન્ને મોટર ૨ ચકલ લઇનેકાલાવાડ તાલુકાના દેવળીયા ગામે એક ઘરે પાણી પીવાના બહાને જઇ ત્‍યાં ભાઈ હતા તેની સાથે પોતે રામદેવપીરના રોવકો હોવાથી દીવેલ આપવ બાબતે વાતચીત કરી વિશ્વારામા લઈ છેતરપીંડીથી રોકડા રૂ.૧,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૧૮) આજથી આશરે સાતેક મહીના પહેલા સવારના રમેશનાથ તથા ઉપેન્‍દ્રનાથ જેઓ બંન્ને મોટર સાયકલ લઇને તાલુકાના રફાળા ગામની સીમમા રોડ કાંઠે આવેલ એક વાડીમા હાજર એક ભાઈની પાસે પાણી પીવાના બહાને જઈ તેઓ સાથે વાતચીત કરી વિશ્વાસમા લઇ રામામંડળ રમાડવ સ રૂ દીવેલના રોકડા રૂ.૩,૫૦૦/- છેતરપીંડીથી લઇ ત્‍યાંથી જતા રહેલ.

(૧૯) ઉપરોક્‍ત બનાવ બાદ એ જ દિવસે સાંજના  રમેશનાથ તથા ઉપેન્‍દ્રનાથ બંન્ને મોટર સ ચકલ લઇને તાલુકાના હોડથલી ગામે રોડ ઉપર એક ભાઇ મળેલ તેને પોતે રમાપીરના ભગત છીએ અને પટેલ જ્ઞાતિના હોવાની વાતચીત કરી વિશ્વાસમા લઇ તેઓની પાસેથી રામામંડળ રમાડવા ટારૂ દીવેલ આપવાનુ કહી રોકડા રૂ.૧૬,૦૦૦/- છેતરપીંડીથી લઈ ત્‍યાંથી જતા રહેલ.

(૨૦) આજથી આશરે સાડા સાતેક મહીના પહેલા બપોરના ત્રણેક વાગ્‍યાના અરસામા રમેશનાથ તથા ભરતનાથ બંન્ને મોટર સાયકલ લઇને  લોધીકા તાલુકાના ચીભડા ગામે રોડ ઉપર એક ભાઇ મોટર સાયકલ લઇને મળેલ તેને રસ્‍તો પુછવાનુ કહી ઉભા રાખેલ બાદ તેને પોતે રામાપીરના ભગત છીએ તેમ વાત-ચીત કરી વિશ્વાસમા લઇ તેઓની પાસેથી દીવેલ આપવાનુ કહી છેતરપીંડી થી રોકડા રૂ.૨,૦૦૦/- લઇ ત્‍યાંથી જતા રહેલ હતા તેમા પકડાયેલ નહી હોવાની હકિકત જણાવેલ છે.

પકડાયેલ આરોપીઓ મોટર સાયકલ લઇને અલગ અલગ જિલ્લામાં જતા અને ગામમાં કે વાડી વિરતારમાં આવેલ રહેણાંક મક નમાં રસ્‍તો પુછવાના કે પાણી પીવાના બહાને જઈ તેની સાથે વાતચીત કરી તેના ઘરની ટેગતો જાણી, રામાપીરના ભગત હોવાનો અને ગમે તેવી બિમારી /દુઃખ દર્દ દુર કરવાનો સામેવાળાને વિશ્વારા આપતા. બાદમાં વિમારી / દુઃખ દર્દ દુર કરવાના બહ ને વિધી કરવાનો વિશ્વાસ આપી સોન ના દાગીના વીધી કરવાન બહાને લઈ, વીંધી દરમિયાન નજર ચુકવી લઈને જતા રહેવાની તેમજ રામાપીરના આખ્‍યાન/રામામંડલ રમાડવા તેમજ દીવેલ માટે વાતચીત કરી વિશ્વાસમાં લઇ છેતરપીંડીથી રોકડ રકમ મેળવી જતા રહેવ ની ટેવ વાળા છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ે માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.ડી.ચાવડા તથા પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર તથા હેડ કોન્‍સ. આદિત્‍યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્‍સ. રમેશભાઈ સીસારા, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(11:48 AM IST)