<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

તાપતી વખતે મોબાઇલમાં વાત કરતાં આરતીબેન દાઝી ગયા

પગ શેકતા હોઇ કપડામાં ઝાળ અડી ગયાનું ધ્‍યાન ન રહ્યું: ટંકારાના મહિલા રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૪: ટંકારાના ચાંચાપરમાં નસીબપર રોડ પર ફેક્‍ટરીમાં કામ કરતાં અને ક્‍વાર્ટરમાં રહેતાં મુળ મધ્‍યપ્રદેશના દશરથભાઇ કદમના પત્‍નિ આરતીબેન (ઉ.વ.૫૫) ગેસના ચુલે તાપણું તાપતી વખતે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

આરતીબેનને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકાર છે. સગાના કહેવા મુજબ ગેસનો ચુલો ચાલુ કરીને આરતીબેન તાપતા હતાં. પગને તપાવતી વખતે મોબાઇલમાં કોઇનો ફોન આવતાં તે તેમાં વાત કરતાં હતાં. આ વખતે પગ બર્નર પાસે હોઇ પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી ગયા હતાં.  બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી.

(12:05 PM IST)