હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 24th January 2026
જામનગરમાં ઠંડીથી બચવા તાપણાનો સહારો

સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં ૧૨ ડિગ્રી થી નીચેનું તાપમાન જતા મોડી રાત્રે લોકો ઠંડીમાં ઠુઠવાતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે લોકો જામનગર શહેરમાં શેરી મોહલ્લામાં એકત્ર થઈ ઠંડીથી રાહત મેળવવા તાપણા કરતાં પણ જોવા મળી રહ્યા હતા. સૌપ્રથમ વખત જામનગરમાં ઠંડી વધુ અનુભવાતા જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે. (તસવીરો :કિંજલ કારસરીયા- જામનગર) (અહેવાલ : મુકુંદ બદિયાણી દ્વારા)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
