તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૫ શુક્રવાર
News of Saturday, 24th January 2026
સૌરાષ્ટ્રનો સૌથી મોટો વાર્ષિકોત્સવ વસંતોત્સવની ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે તૈયારી
અંદાજીત ૧પ૦૦૦ થી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત થશે

અમરેલી, તા., ર૪: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે પ્રજાસતાક દિન,વીદ્યાર્થી સન્માન સમારોહ અને વસંતોત્સવ-૨૦૨૬ ત્રિવેણીસંગમની તૈયારીઓ શરૂ. સંસ્થાના ૬૭ વર્ષ પૂરું થતાં જેની ઉજવણી સ્વરૂપે અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ વસંતોત્સવ (વાર્ષિકોત્સવ) ર૬ મી જાન્યુ. ૨૦૨૬ સાંજે ૭.૦૦ કલાકે શ્રીમતી એસ.એસ.ગજેરા કેમ્પસ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે અંદાજે ૧૫ હજારથી વધુ વર્તમાન અને ભૂતપૂર્વક વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ સ્ટાફ ગણ અને શિક્ષણ પ્રેમી લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં કળષીમંત્રી જીતુભાઈ વાઘાણી -કેબિનેટ (ગુજરાત), મંત્રી ઉર્જા અને કાયદો કૌશિકભાઈ વેકરીયા, સાંસદ સભ્ય ભરતભાઈ સુતરીયા, પરસોત્તમભાઈ રૂપાલા સાંસદ સભ્ય રાજકોટ, જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ધારાસભ્ય જેતપુર, મહેશભાઈ કસવાળા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ધારાસભ્ય જે.વી.કાકડિયા ધારાસભ્ય, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય, સામાજિક, સાથે રાજકીય- સેવાકીય સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન તેમજ રમત ગમતમાં રાજ્ય અને નેશનલ લેવલે મેડલ પ્રાપ્ત કરેલું વિદ્યાર્થીઓના સન્માન તેમજ સાંસ્કળતિક એકથી એક ચડિયાતા કાર્યક્રમનું આયોજન થનાર હોય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમા એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થાના પ્રમુખવસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રીશ્રીઓ, ટ્રસ્ટીઓ તેમજ કમિટી મેમ્બરઓ ખાસ ઉપસ્થિત રહેશે, આ કાર્યક્રમ ને સફળ બનાવવા મંત્રી ચતુરભાઈ ખૂંટ,કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી તેમજ તમામ HODની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી વિદ્યાસભા ની યાદી જણાવી રહી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
