હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદર શ્રી હરીમંદીરે સાંજે સાંદીપની ગૌરવ એવોર્ડ
પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં શ્રી હરીમંદીરના ર૦માં પાટોત્સવની ઉજવણીઃ વસંત પંચમીએ લક્ષ્મીનારાયણ મંદીરના શિખર ઉપર સુવર્ણ કળશની સ્થાપના સંપન્ન

પોરબંદર સાંદીપની નિકેતન ખાતે વસંત પંચમીએ લક્ષ્મીનારાયણ મંદીરના શિખર ઉપર સુવર્ણ કળશની સ્થાપના વિધિ સંપન્ન થઇ તે તસ્વીરો.
પોરબંદર, તા., ર૪: સાંદીપની નિકેતન શ્રી હરીમંદીરે પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં ચાલી રહેલા ર૦ માં પાટોત્સવમાં આજે સાંજે સાંદીપની ગૌરવ એવોર્ડ સમારંભ યોજાઇ રહયો છે. ગઇકાલે વસંત પંચમીએ લક્ષ્મીનારાયણ મંદીરના શિખર ઉપર સ્વર્ણ કળશની સ્થાપના કરવામાં આવી હતી.
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ઉજવાઈ રહેલા શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવનમાં વસંતપંચમી અખંડ શ્રીહરિનામ સંકીર્તન સાથે શ્રીહરિ મંદિરમાં અનેકવિધ મંગલ કાર્યો સંપન્ન થયા હતા.
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવના ત્રીજા દિવસે વસંતપંચમીના પવિત્ર પર્વે શ્રી હરિ મંદિરના લક્ષ્મીનારાયણ ભગવાનના મુખ્ય શિખર પર પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા નૂતન ‘સ્વર્ણ કળશ' ની શાષાોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી. શ્રીહરિ મંદિરના શિખર પરિસરમાં પૂજા માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થામાં શ્રીહરિ મંદિરના સર્વોચ્ચ એવા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનના શિખર પર સ્થાપિત સ્વર્ણ કળશની કાશી અને મહારાષ્ટ્રના વિદ્વાન પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિવત્ ષોડશોપચાર પૂજાવિધિ કરાવી હતી.
સમગ્ર પૂજાવિધિ પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે શ્રીહરિ મંદિરના પરિસરમાં કાશી, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતથી આવેલા ચારેય વેદોના વિદ્વાન આચાર્યો દ્વારા પુરુષસૂક્તના ઘનપાઠ કરવામાં આવ્યો હતો. વેદ મંત્રોચ્ચાર અને જયઘોષ સાથે જ્યારે સુવર્ણ કળશને શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો, ત્યારે સમગ્ર પરિસર ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સ્વર્ણ કળશની સ્થાપના અને પૂજા બાદ પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિ મંદિરના શિખર પરથી જણાવ્યું હતું કે આ સાક્ષાત્ વિષ્ણુ સ્વરૂપ કળશની પૂજા અહિયાં કરવામાં આવી અને સ્વર્ણ કળશના દર્શન કરીને જાણે સાક્ષાત્ બાલાજી ભગવાન બિરાજમાન થયા હોય એવો અનુભવ થાય છે. એમ કહીને સૌને સ્વર્ણકળશ સ્થાપનાની બધાઈ આપી હતી.
શ્રીહરિ મંદિર પાટોત્સવના ત્રીજા દિવસે વસંતપંચમીના પરમ પાવન દિવસે પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં શ્રીહરિ બગીચીમાં પ્રસ્થાપિત ગિરિરાજની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે-સાથે ગોપૂજન પણ સંપન્ન થયું હતું. આ પૂજાવિધિમાં દેશ-વિદેશથી આવેલા અતિથીઓ પણ જોડાયા હતા.
શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન સહિત સર્વે દેવી-દેવતાઓનો વિશેષ શળંગાર કરીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો. પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે સાંજે શ્રીહરિ મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવી અન્નકૂટના મનોરથના દર્શનનો લાભ લેવા માટે પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી અનેક ભક્તો ઉમટી પડ્યા હતા.અન્નકૂટ મનોરથના મનોરથીને આ અવસરે સ્મરણ કરીને પૂજ્ય ભાઈશ્રીએ અશીર્વાદ આપ્યા હતા.
સાંદીપનિ યજ્ઞશાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિશેષ હનુમંત યજ્ઞની વસંતપંચમીના દિવસે પૂર્ણાહુતિ થઈ હતી. શ્રી હનુમાનજી મહારાજની વિશેષ આરાધના અને આહુતિઓ બાદ પૂર્ણાહુતિ હોમ કરવામાં આવ્યો હતો. યજ્ઞના પ્રભાવથી વાતાવરણમાં અભૂતપૂર્વ દિવ્યતા અને શક્તિનો અનુભવ થયો હતો.
ભાગવત ચિંતન શિબિર જ્ઞાનયજ્ઞના ત્રીજા દિવસે વસંતપંચમીના દિવસે નડીયાદ બ્રહ્મ ર્ષિ સંસ્કળત મહાવિદ્યાલયના આચાર્ય, તેમજ ઉમરેઠીના ખુબજ પ્રખ્યાત ભાગવત કથાકાર અને વિદ્વાન એવા ડો.મહાદેવપ્રસાદ મહેતાજી દ્વારા શ્રીમદ્ ભાગવત પુરાણના સંદર્ભે સાંદીપનિ ઋષિ વિષયને લઈને વિવિધ ટીકાઓ અને ચિંતન દ્વારા ખુબજ મનનીય પ્રવચન પ્રસ્તુત થયા હતા. આ જ્ઞાનયજ્ઞના પ્રવચનનો અનેક શ્રોતાઓએ લાભ લીધો હતો. સત્રના અંતે પૂજ્ય ભાઈશ્રી દ્વારા સર્વે વક્તાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવના ત્રીજા દિવસે શ્રીહરિ મંદિરની સાયં આરતી બાદ સાંદીપનિ સભાગળહમાં વળંદાવનથી આવેલ વિશેષ મંડળી દ્વારા રાસલીલાના વિવિધ પ્રસંગોની સુંદર સંવાદ અને અભિનય દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પાટોત્સવમાં આવેલા અતિથિઓ અને પોરબંદરના શહેરજનોએ રાસલીલાના પ્રસંગોને માણ્યા હતા.
આજે તા.૨૪ ને શનિવારે બપોર પછીના સત્રમાં સમય ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંદીપનિ ગૌરવ એવોર્ડ્ સમારોહ યોજાશે. જેમાં ત્રણ મહાનુભાવોનું બ્રહ્મ ર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. (૪.૪)
પરેશ પારેખ
પોરબંદર









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
