હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જુનાગઢમાં વ્હેલ માછલીની ૧ કરોડની ઉલ્ટી સાથે પાલીતાણાનો પંકજ કુબાવત ઝડપાયો
જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરાની આગેવાનીમાં જુનાગઢ એસઓજી ટીમની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૪: (સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી)ના સ્મગલીંગના રેકેટનો પર્દાફાશ કરી કિ.રૂ. ૧,૦૨,૫૦,૦૦૦/-થી વધુની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને જૂનાગઢ એસ.ઓ.જી. એ દબોચી લીધો છે.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવળતી કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી આર.કે.પરમાર તથા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા.
પોલીસ ઇન્સ આર.કે.પરમારની સુચના આધારે એસ.ઓ.જીના પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરૂધ્ધભાઇ વાંક તથા પો.કોન્સ. રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા નાઓ જુનાગઢ ખડીયા રોડ ઉપર પાદરીયા ગામના રેલ્વેના પાટા પાસે શીવ મંદીર સામે રોડ ઉપર પહોંચતા સંયુકતમાં ખાનગી રીતે બાતમી હકિકત મળેલ કે, ઙ્કએક ઇસમ વ્હેલ માછલીની ઉલ્ટી(એંબરગ્રીસ) જેવો મુલ્યવાન પદાર્થનો જથ્થો પોતાની પાસે રાખી ચોરી છુપીથી શંકાસ્પદ રીતે વેચાણ કરવા સારૂ વીજાપુરના પાટીયા પાસે એક સફેદ કલરની થેલી લઈ ઉભેલ છે. જે હકીકતને આધારે વિજાપુર બસ સ્ટેન્ડ ખાતે જઈ તપાસ કરતા આરોપી પંકજ નાથાલાલ કુબાવત, બાવાજી ઉવ.૭૨ ધંધો.ડ્રાઈવીંગ રહે,બહારપરા વિસ્તાર, પાલીતાણા જી.ભાવનગર વાળાને ઝડપી પાડી તેની પાસે રહેલ સફેદ કલરની પ્લાસ્ટીકની થેલી અંદર કાળા કલરના પ્લાસ્ટીકનું ઝભલામાં અનિયમીત આકારના નાના મોટા સફેદ-પીળા કલરના ટુકડાઓ તથા ભુક્કો મળી આવેલ જે ટુકડાઓ મળી આવતા મજકુર ઈસમે વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રીસ) વજન ૧,૦૨૫ કિલોગ્રામ જેની ઈન્ટરનેશનલ માર્કેટ કિ.રૂ.૧,૦૨,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે, વ્હેલ માછલીની ઉલ્ટી વેચાણ કરવા સારૂ ગ્રાહક શોધતા-શોધતા નીકળેલ હોવાની હકિકત જણાવેલ હોય.
આરોપીને આગળની કાર્યવાહી કરવા સારૂ જુનાગઢ તાલુકા પો.સ્ટે. સોપવામાં આવેલ છે તેમજ આગળની તપાસની કાર્યવાહી ગુજરાત ફોરેસ્ટ વિભાગ ડુંગર દક્ષીણ રેન્જ જુનાગઢને સોંપવા તજવીજ કરેલ છે.
પોલીસે (૧) વહેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રીસ) વજન ૧.૦૨૫ કિલોગ્રામ જેની ઈન્ટરનેશનલ માર્કેટ કિ.રૂ.૧,૦૨,૫૦,૦૦૦/- તથા (૨) વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૨,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. આર.કે.પરમાર તથા એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુવાડીયા, કરશનભાઇ મોઢા, જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરૂધ્ધભાઇ વાંક, પ્રતાપભાઇ રોખવા, બાલુભાઇ બાલસ તથા પો.કોન્સ. રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા, રવિરાજભાઈ વાળા તથા ડ્રા.પો.હેડ કોન્સ. જયેશભાઈ બકોત્રા તથા ડ્રા.પો.કોન્સ. પરબતભાઇ દિવરાણીયા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.(તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
