<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

વિસાવદર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ સંપન્ન

વિસાવદરની જુદી જુદી બેંકો દ્વારા લગભગ 30 લાભાર્થીઓને બહેનોને અરજી મંજૂર કરવામાં આવેલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો કાર્યક્રમ તીરૂવતપુરમ કેરળ ખાતે યોજવામાં આવેલ જેના અનુસંધાને ગઈકાલે વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ NULMની ટીમ અને શહેરી ફેરીયાઓ હાજર રહેલ જેમાં 15 લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવેલ તેમજ વિસાવદરની જુદી જુદી બેંકો દ્વારા લગભગ 30 લાભાર્થીઓને બહેનોને અરજી મંજૂર કરવામાં આવેલ અને હાજર રહેલા શહેરી ફેરીયાઓને ક્રેડીટ કર્દ વિશે માહિતગાર કરવામાં આવેલ આ કાર્યક્રમ આયોજન NULM શાખાના કર્મચારી રીનાબેન રાદડિયા દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ચીફ ઓફિસર પી.જે.વઘાસીયા તથા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી, ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોલિયા સદસ્ય ઉદયભાઇ મહેતા એકાઉન્ટન્ટ નિરૂપમાબેન સોલંકી,  ભરતભાઈ સોલંકી તથા બેંકના મેનેજર તથા નગરપાલિકા સ્ટાફ રિનાબેન રાદડિયા નિહારભાઈ મણવર, મોહિતભાઇ જિપ્લોટ તાહેરભાઈ વાઘ, જયશ્રીબેન ગાગીયા રાજેશભાઈ કવા, પરેશભાઈ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા.

(8:36 PM IST)