News of Saturday, 24th January 2026
મોરબીમાં સ્વચ્છતામાં કોઈ કચાસ ન હોવી જોઈએ, કોઈ સાધન જરૂરી હોય તો કહેજો એક જ દિવસમાં મંજુર કરી દેશું : મુખ્યમંત્રી
મોરબીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૧૦૪૨ કરોડના વિકાસકાર્યોના લોકાપર્ણ અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લામાં ૧૦૪૨ કરોડના વિકાસકાર્યોનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુર્હત અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મંત્રી ત્રિકમ છાંગા, રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૧૦૪૨.૭ કરોડના વિકાસકાર્યોના ખાતમુર્હત અને લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરી પૂર્વે ૧૦૪૨ કરોડના કામો મોરબીને આપવાની તક મળી તે સૌભાગ્ય છે પ્રધાનમંત્રીનું વિઝન વિકાસની રાજનીતિ માટે પાયાની જરૂરિયાત છે જે ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં આખા દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે વિકાસ અને વિકાસના કામો માટે લોકો તત્પર છે એટલે અમને થાય કે અહિયાં હજી વધુ કામો આપીએ પાણી પુરવઠા યોજનાનું ખાતમુર્હત કરવામાં આવ્યું જે ૯૦ ગામોને આવરી લેશે સિરામિક ઉદ્યોગનું કુલ ઉત્પાદનનું ૮૦ ટકા મોરબીમાં થાય છે જે દેશ અને ગુજરાતનું ગૌરવ છે માત્ર દેશમાં નહિ ગ્લોબલ સ્પર્ધામાં મોરબી આગળ વધી રહ્યું છે વિદેશથી વેપારીઓ આવે છે અને મોરબી સાથે વેપાર કરે છે.
તેમજ સ્વચ્છતા પર ભાર આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા રેગ્યુલર રહે તે જરૂરી છે સ્વચ્છતામાં કોઈ કચાશ ના રાખવી તેના માટે કોઈ સાધન જરૂરી હોય તો કહેજો એક જ દીવસમાં મંજુર કરી દેશું તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે સિરામિક ઉદ્યોગ સાથે વેપાર માટે વિદેશથી નાગરિકો આવતા હોય જેથી રોડ રસ્તા અને સ્વચ્છતામાં કોઈ કોમ્પ્રોમાઈઝ ના હોવું જોઈએ તો રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સભામાં આમ આદમી પાર્ટીને નિશાને લીધી હતી થોડા દિવસો પૂર્વે આપની સભામાં ભાજપ નેતાઓ પર થયેલા પ્રહારોનો જવાબ આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે મોરબીમાં ફાયર સુવિધા નથી તો મોરબીમાં બે નવા ફાયર સ્ટેશન બની રહ્યા છે તેમજ ૨૦૧૭ આંદોલન બાદ મોરબી પાલિકા અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ શાસન આવતા મોરબીની કેવી દુર્દશા થઇ હતી તે યાદ કરાવ્યું હતું તેમજ મવડા કાઢ્યું તે પાપ કર્યું તેને પણ યાદ કર્યું હતું અને આમ આદમી પાર્ટીની સભામાં થયેલા પ્રહારોનો મામલે વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપના વિકાસની ગાથા વર્ણવી હતી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
