<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

કચ્છ સરહદ પરથી પાકિસ્તાની નાગરિક ઘુસણખોરી કરતા ઝડપાયો

BSFના જવાનોએ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરથી આ શખ્સને દબોચી લીધો

 કચ્છ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિક ઘુસણખોરી કરતા ઝડપાયો છે. સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનોએ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સરહદ પરથી આ શખ્સને દબોચી લીધો હતો. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કચ્છ સરહદ પર પીલર નંબર 1076 અને 1077 પાસે BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ હિલચાલ નજરે પડતા જવાનોએ ઘેરો ઘાલ્યો હતો અને એક પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશતા ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલો શખ્સ પાકિસ્તાનથી ભારત કેમ આવવા માંગતો હતો અને તેની પાછળ કોઈ જાસૂસી કે અન્ય કોઈ ષડયંત્ર છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ ઘુસણખોરને સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (JIC) પર લઈ જવામાં આવ્યો છે, જ્યાં અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી

 

(9:49 PM IST)