News of Saturday, 24th January 2026
મોરબીની બે ફેકટરીઓમાં જીએસટી ચોરી ઝડપી લેતું ડીજીજીઆઈ.
સનફેમ અને સનકયુરો સિરામિક ફેકટરી દ્વારા થતું હતું બિલ વગર વેચાણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા મોરબીના બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ડીજીજીઆઈ રાજકોટ રિજનલ ઝોનલ કચેરી દ્વારા મોરબીમા કરચોરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં સનફેમ અને સનકયુરો સિરામિક ગ્રુપ દ્વારા બિલ વગર મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવતી હોવાની શંકાએ દરોડાની કાર્યવાહી કરી ફેકટરી, રહેણાંક અને ટ્રેડર્સને ત્યાં તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જ 5.50 કરોડની કરચોરી સામે આવી હતી.ડીજીજીઆઈ દ્વારા બન્ને ગ્રુપને ત્યાંથી લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય પણ કબ્જે લઈ ઘનિષ્ઠ તપાસ શરૂ રાખવામાં આવી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
