News of Sunday, 25th January 2026
ઉપલેટાનાં શ્રી પીઠડ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: મંદિરમાં પૂજા પાઠ કરતો પૂજારી જ નીકળયો ચોર
મંદિરમાં થયેલ ચોરીમાં પોલીસને જાણભેદુનો હાથ હોવાની પહેલેથી જ હતી આશંકા

રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં શ્રી પીઠડ માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ઉપલેટાનાં સુવા પ્લોટમાં આવેલ શ્રી પીઠડ માતાજીના મંદિરમાં છતર તથા માતાજીનેં પહેરાવેલ સોનાના દાગીના જેની કિંમત રૂપિયા 11,80,000 ની ચોરી થયાની ફરીયાદ ગઈકાલે રાતે ઉપલેટા પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઈને પોલીસ મહાનિર્દેશક અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક તથા પોલીસ ગ્રામ્ય અધિક્ષક ધોરાજી વિભાગ અને ઉપલેટા પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી
. મંદિરમાં થયેલ ચોરીમાં પોલીસને જાણભેદુનો હાથ હોવાની પહેલેથી જ આશંકા હતી . પીઠડ માતાજીના મંદિરમાં પૂજા પાઠ કરતો પૂજારી જ ચોર નીકળયો છે હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સોર્સીસો ને મળેલી માહિતી મુજબ ઉપલેટા બાયપાસ રોડ અને ખાખી જાળીયા રોડ પર વોચ ગોઠવીનેં મોટી સફળતા મળી હતી .
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
