News of Sunday, 25th January 2026
જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી
મંદિરમાં આવેલ હવન કુંડ અને દિવાલમાં તોડફોડ કરાઈ:અસામાજિક તત્વો મંદિરમાંથી કાળભૈરવ, શિવલિંગ, પોઠીયો સહિત ચોરી કરી મંદિરની દિવાલ અને હવન કુંડ તોડી નાખ્યો

રાજકોટના જસદણના આટકોટ રોડ ઉપર આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિરમાં ચોરી – તોડફોડ કરાઈ છે. રાત્રિના સમયે અસામાજિકત્વ દ્વારા મંદિરમાં ચોરી કરી હતી. મંદિરમાં આવેલ હવન કુંડ અને દિવાલમાં તોડફોડ કરાઈ છે. અસામાજિક તત્વો મંદિરમાંથી કાળભૈરવ, શિવલિંગ, પોઠીયો સહિત ચોરી કરી મંદિરની દિવાલ અને હવન કુંડ તોડી નાખ્યો. મંદિરમાં ચોરીને તોડફોડ થતા ભાવિ ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમગ્ર મામલે જસદણ પોલીસને જાણ કરાતા જસદણ પોલીસ દ્વારા ચોરી અને તોડફોડ મામલે તપાસ શરૂ કરાઈ છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
