તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 25th January 2026
પાટડી તાલુકાના સુરજપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા
ખારાઘોડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો ગેલન પાણી ખેતરોમાં પહોંચ્યા: કેનાલ નજીકના શીયાળુ પાક વાવેતર કરેલ ખેતરોમાં ફરી વળ્ય

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરજપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરજપુરા ગામ નજીક પસાર થતી ખારાઘોડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા લાખો ગેલન પાણી ખેતરોમાં વહી રહ્યું છે. કેનાલ નજીકના શીયાળુ પાક વાવેતર કરેલ ખેતરોમાં ફરી વળ્યા છે નર્મદા કેનાલના પાણી. હજારો હેકટર જમીનમાં પાણી ફરી વળતા વાવેતર કરેલ પાક ધોવાયો. ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ા
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
