<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ટંકારામાં સગીરા પર પિતાએ દુષ્કર્મ આચર્યું: માતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પિતાને ઝડપી લીધો

મોઢુ દબાવી નીરવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ અને ભોગ બનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશી ભાગી ગયેલ

ટંકારા મુકામે ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગઇ તા.૨૩/૦૧/૨૦૨૬ ના રાત્રીના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરેલ હોય જે બનાવ બાબતે ટંકારા પો.સ્ટે. ખાતે તાત્કાલીક ગુનો રજિસ્ટર કરાવવામાં આવેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓ તથા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સાહેબ મોરબી જીલ્લા નાઓએ મોરબી જિલ્લામાં સગીરવયના બાળકો પર બનેલ ઉપરોકત પોકસો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલીક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે ગુનાની ગંભિરતા ધ્યાને લઇ સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, વાંકાનેર નાઓ ઉપરોકત ગુનાના આરોપીની સત્વરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભોગ બનનારની માતાની પુછપરછ કરતા તેમજ ભોગ બનનાર દિકરીની પુછપરછ કરી ઉપરોકત ગુનાના કામે ભોગ બનનાર દિકરી પોતાની ઓરડીમાં તેની માતા પાસે સુતી હોય તે વખતે આરોપીએ ભોગ બનનારનું મોઢુ દબાવી નીરવસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગ બનનારે રાડો પાડતા તેની માતા જાગી જતા આરોપી પિતા નાશી ભાગી ગયેલ હોય વિગેરે મલબતની ફરીયાદ જણાવતા ફરીયાદ નોંધી લઇ અને બનાવની ગંભીરતા ધ્યાને લઇ અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલીક કરવામાં આવેલી જેમા આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુન્હાની કબુલાત આપતા આરોપીને અટક કરી તાત્કાલીક ધરપકડ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતા ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાનાઓએ વીઝીટ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ તપાસમાં ટંકારા વિસ્તારના મહીલા કાર્યકરને સાથે રાખી ભોગબનારની ઝીણવટ ભરી પુછપરછ કરવામાં આવેલ છે. હાલમાં તપાસ તજવીજ ચાલુ છે.

(8:14 PM IST)