<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા પાટડી રોડ ઉપર સહજાનંદ CNG પમ્પ ખાતે કારચાલક દ્વારા કર્મચારીને માર મારી લૂંટ

ક્રેટા કારમાંથી બે વ્યક્તિઓ દ્વારા સીએનજી પમ્પના કર્મચારી ઉપર ધોકા વડે માર મારી લૂંટ ચલાવાઈ

સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા પાટડી રોડ ઉપર આવેલ સહજાનંદ સીએનજી પમ્પ ખાતે અજાણ્યા કારચાલક દ્વારા કર્મચારીને માર મારી લૂંટ કરવામાં આવી છે. ક્રેટા કારમાંથી બે વ્યક્તિઓ દ્વારા સીએનજી પમ્પના કર્મચારી ઉપર ધોકા વડે માર મારી લૂંટ ચલાવાઈ છે. કર્મચારીઓ પાસેથી રૂ.4400 લૂંટ ચલાવી માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીએનજી પંપના કર્મચારી સુનિલ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે કારમાં આવેલા બે શખ્સો સામે માર મારવા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી અને કારના નંબરને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

 

(8:46 PM IST)