News of Sunday, 25th January 2026
''હાજી રમકડું'ને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થતા સમગ્ર સોરઠ પંથકમાં ખુશીનો માહોલ
કાર્યક્રમમાં સ્વર્ગસ્થે પ્રાણભાઈ વ્યાસે પોતાની સોનાની વીંટી કાઢીને હાજી રમકડાને પહેરાવી હતી એ દ્રશ્ય પણ 2005 ની સાલનું સૌને યાદ છે.

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : સમગ્ર ગુજરાતમાં પોતાના તબલાવાદન થકી પ્રખ્યાત એવા હાજી રમકડું કે જેમને સરકારશ્રીએ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે ત્યારે સમગ્ર સોરઠ પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ,હાજી રમકડાએ તેના પિતાશ્રી કાસમભાઈ સાથે નાનપણથી જ તબલા વગાડવાની પ્રેક્ટિસ કરેલી અને સ્વર્ગસ્થ શ્રી પ્રાણલાલ વ્યાસ સાથે તેમણે વર્ષો સુધી લોક ડાયરામાં તબલા વગાડી તેમનું નામ પ્રસિદ્ધ કર્યું સોરઠ પંથકના જુના જનસંઘ -ભાજપના આદરણીય સ્વર્ગસ્થ શ્રી નારસિંહભાઈ પઢિયારે હાજી રમકડા માટે એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ એ જી સ્કુલના મેદાનમાં યોજીને હાજી રમકડાને રૂ. 5,51,000 નો ચેક કથાકાર પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ તથા આદરણીય સંતો ની હાજરીમાં અર્પણ કરવાનો કાર્યક્રમ તેમના ટ્રસ્ટ ના વડ પણ હેઠળ કર્યો હતો તેમજ હાજી રમકડાને મકાન લેવા માટે જમીનના દસ્તાવેજ પેટે ₹2,51,000 ની રકમ અર્પણ કરી હતી જેની યાદ આજે જ્યારે તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે તાજી કરવી જરૂરી છે આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થે પ્રાણભાઈ વ્યાસે પોતાની સોનાની વીંટી કાઢીને શ્રી હાજી રમકડાને પહેરાવી હતી એ દ્રશ્ય પણ 2005 ની સાલનું સૌને યાદ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
