News of Sunday, 25th January 2026
મોરબી - માળીયા નેશનલ હાઇવે પર 11 ટ્રકમાંથી ડીઝલ ચોરી જતા તસ્કરો.
બહાદુરગઢ પાટિયા પાસે આtવેલ ફેક્ટરી તેમજ વે બ્રિજ પાસે ચાર સ્થળે બનેલો બનાવ : 2500થી 2800 લીટર ડીઝલની ચોરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ઔદ્યોગિક વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર આવેલ હોટેલમાં અવાર-નવાર ટ્રકની ડીઝલ ટેન્કમાંથી ડીઝલ ચોરવાના બનાવ બનતા રહે છે જેમાં આજે વહેલી પરોઢે મોરબી -માળીયા નેશનલ હાઈવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે અલગ -અલગ ચાર સ્થળેથી નંબર પ્લેટ વગરની કારમાં આવેલ તસ્કરો 11 ટ્રકમાંથી 2500થી 2800 લીટર ડીઝલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પૂર્વે મોરબીના લાલપર નજીકથી પાર્ક કરેલા ટ્રકમાંથી ડિઝલચોરીના બનાવ બાદ પોલીસે ડિઝલચોર ગેંગને ઝડપી લીધા બાદ થોડો સમય રાહત રહ્યા બાદ આજે વહેલી પરોઢે મોરબી-માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ અવધ માઈક્રોન, અવધ પ્લસ માઈક્રોન, મિરાકસ માઈક્રોન, અવધ વે બ્રિજ પાસે પાર્ક કરેલા 11 ટ્રકમાંથી નંબર પ્લેટ વગરની કારમાં આવેલ તસ્કરો અંદાજે 2500થી 2800 લીટર ડીઝલ ચોરી જતા ટ્રક માલિકોએ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
