<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ :ફુંકાતા ઠંડા પવનો : ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે

કચ્છમાં આગામી 3 દિવસ વાદળછાયા વાતાવરણની સંભાવના

ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. સૂસવાટાભર્યા પવનો ફૂંકાવાનું યથાવત્ છે. ઠંડી ઘટ્યા બાદ ફરી એકવાર ચમકારાની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે. ફેબ્રુઆરીમાં ખેતી પાકો પર હિમ પડવાની શક્યતા છે. ઉત્તરભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર જોવા મળશે. કચ્છમાં આગામી 3 દિવસ વાદળછાયા વાતાવરણની સંભાવના છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં માવઠું પડી શકે.

(12:50 PM IST)