<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી જમ્મુ-કાશ્મીરના 2 શખ્સ ઝડપાયા : પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

નારાયણ સરોવર વિસ્તારમાંથી શખ્સોને SOGએ ઝડપ્યા

કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાંથી બે શખ્સો ઝડપાયા છે અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનારની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરના શખ્સો કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં રોકાયા હતા અને નારાયણ સરોવર વિસ્તારમાંથી શખ્સોને SOGએ ઝડપ્યા છે, બંને સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોધવામાં આવ્યો છે. ઝડપાયેલા શખ્સો છેલ્લા કેટલા સમયથી રોકાયા હતા અને અહીંયા શું કરતા હતા તે દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે

(1:37 PM IST)