<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ખોડીયાર માતાજીની જન્મ જયંતિની ખોડલધામ કાગવડ ખાતે ઉજવણી : અન્નકોટ,ઘ્વજા રોહણ,યજ્ઞ : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન

ખોડીયાર માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા : ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતા તેમજ ખોડલ માતાના જય જયકાર સાથે ગરબે ઘૂમ્યા

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર(જલારામ)તા.૨૬ :            આજે મહાસુદ આઠમના દિવસે ખોડીયાર માતાજીની જન્મ જયંતિની નિમિતે ખોડલધામ કાગવડ ખાતે અન્નકોટ,ઘ્વજા રોહણ,યજ્ઞ સાથે સાથે પ્રજાસત્તાક દિવસ જેવા ત્રિવિધ કાર્યક્રમો દ્વારા ભાવિકોના ઘોડાપુર વચ્ચે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

           સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડીયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માં ખોડલને અન્નકુટ છપનભોગ ધરાવાયો હતો, તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસ ને લઈને દિવસ દરમિયાન સાત જેટલી ધ્વજા રોહણ કરવામાં આવશે, આજે ખોડિયાર જયંતીએ ખોડલધામ મંદીરે સૌ કોઈ માં ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતાં.સાથે સાથે આજે ખોડલધામ ખાતે ૭૭ મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાય રહ્યો છે,

         જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ મો મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી શુસોભીત કરાયું છે તેમજ ખોડીયાર માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા,લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ ધર્મની ધજા સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે જે કદાચ વિશ્વનું એક માત્ર ખોડલધામ મંદિર છે,આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને  ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય હતી,

ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જયજયકાર સાથે ગરબે ઘૂમ્યા હતા, પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતિ દિવસે હજારો ભાવિકોએ ખોડલ માં ને શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. પદ્માબેન સોલંકી- શ્રદ્ધાળુ- વલસાડ, જાગુબેન પ્રજાપતિ- શ્રદ્ધાળુ- મહેસાણા, ગોપાલભાઈ રૂપાપરા- ખોડલધામ ટ્રસ્ટ સહિતનાએ પ્રાસંગિક અભિપ્રાય આપ્યા હતા

(1:54 PM IST)